- અભાવને કારણે લઘુ ઉદ્યોગોના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો
- બગીચામાં પણ અસુવીધાનો અભાવ હોવાના સ્થાનિકોના આક્ષેપો
મોરબીના લાતી પ્લોટમાં ઘણા સમયથી ખરાબ રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે લઘુ ઉદ્યોગોના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમ લાતી પ્લોટની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ત્રણ બગીચા છે જ્યાં વોક કરવા કે સ્વસ્થ થવા લોકોને અપૂરતી સુવિધા મળે છે તેવા સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. ત્યારે લોકોને પુરતી સુવિધા મળી રહે તેવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. આ દરમિયાન જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના વહીવટદાર જણાવ્યું કે આગામી સમયમાં તમામ અધિકારીઓ આવી જશે અને મોરબીના પાયાના પ્રશ્નો પર કામ કરીશું. તેથી જલ્દીથી લોકોને સારી સુવિધાઓ મળે તે માટે પ્રયત્નો કરીશું.
આ અંગે મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા મોરબી એ તાલુકા થી જિલ્લા અને જિલ્લા બાદ હવે મહાનગર બનવા સુધીની સફર ખેડી છે પરંતુ આ દરમિયાન ઉભરાતી ગટર,ખરાબ રોડ રસ્તા બાગ બગીચાનો અભાવ જેવી સમસ્યાઓ ને કારણે મોરબી સૌરાષ્ટ્ર નું પેરિસ હોવાનું બિરૂદ ખોઈ ચૂક્યું છે પરંતુ હવે મહાનગર પાલિકા બન્યા બાદ લોકોની આશા જીવંત બની છે અને એક દાયકા કરતા વધુ સમય થી પડતર રહેલા પ્રશ્નો નું ટુંક અન્યના નિરાકરણ આવે તેવી આશા સાથે સરકાર ના નિર્ણય ને આવકારી રહ્યા છે.
ઉદ્યોગ નગરી મોરબી માં ઉદ્યોગોના પાયા સમાન લાતી પ્લોટ માં છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ખરાબ રોડ રસ્તા,ઉભરાતી ગટરો અને વરસાદી પાણીના નિકાલ ના અભાવ ને કારણે લઘુ ઉદ્યોગોના હાલ બેહાલ બન્યા છે અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે મહાનગર પાલિકા બને તો સૌ પ્રથમ લાતી પ્લોટ ની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
તો બીજી તરફ મોરબીમાં ત્રણ બગીચા છે સરદાર બાગ,સૂરજ બાગ અને કેસર બાગ આ ત્રણે બગીચા માત્ર કહેવા પૂરતા છે જેમાં રાઇડ તો નથી જ પરંતુ મોર્નિંગ વોક કરવા કે સ્વસ્થ થવા લોકો ને અહી સારું વાતાવરણ પણ નથી મળી રહ્યું કેમ કે બગીચા મીની જંગલ જેવા થઈ ગયા છે જાળવણી નો સંપૂર્ણ અભાવ હોવાથી આ બગીચા ની હાલત કફોડી બની છે ત્યારે હવે વહીવટદાર,કમીશ્નર,ડેપ્યુટી કમિશનર ની નિમણુક થઈ છે તો ચાર ચાર અધિકારીઓ વિકાસ અને સુવિધાઓ ના નિવારક કરવા માટે કામ કરશે અને લોકોને પુરતી સારી સુવિધા મળે તેવી આશા સામાજિક કાર્યકર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઉપરોક્ત તમામ આક્ષેપો વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા કલેકટર અને મોરબી મહાનગરપાલિકા ના વહીવટદાર કે. બી.ઝવેરીએ જણાવ્યું હતું કે મોરબી પાલિકાના 60 સ્ક્વેર કિલોમીટર માંથી હવે મહાનગરપાલિકા બની જતા ૧૪૫ સ્ક્વેર કિલોમીટર નો વિસ્તાર થઈ ચૂક્યો છે ત્યારે આગામી સમયમાં તમામ અધિકારીઓ આવી જશે અને મોરબીના પાયાના પ્રશ્નો પર કામ કરીશું મોરબીના લોકો ને સારું ગાર્ડન મળે,સારી ગટર વ્યવસ્થા અને સારા રોડ રસ્તા મળે અને માય મોરબી માર્વેલસ મોરબી બને તે માટે કામ કરીશું હજુ મહાનગરપાલિકા જાહેર થઈ છે એટલે તુરંત બધું ન થઈ શકે પરંતુ જલ્દીથી લોકોને સારી સુવિધાઓ મળે તે માટે પ્રયત્નો કરીશું.
અહેવાલ: ઋષિ મહેતા