- હ*ત્યાને કુદરતી મો*ત તરીકે ખપાવવાની કરી કોશિશ
- મૃ*તદેહ ને ફોરેન્સિક લેબમાં લઇ જતા થયો ખુલાસો
મોરબીના જાંબુડીયા ગામે ઓલ્વીન સીરામીક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય યુવકે અને તેની બીજી પત્નીએ પત્નીને મો*તને ઘાટ ઉતારી હોવાની ઘટના બની છે. જે અંગે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ઓલ્વીન સીરામીકની મજૂર ઓરડીમાં રહેતા પાયલબેન ઉર્ફે રાની રાહુલભાઈ નાયક કુદરતી હાજતે ગયેલ ત્યાં અચનાક બેભાન થઈ જતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જે મૃત્યુના બનાવમાં મૃ*તકને શરીરે તેમજ ગળાના ભાગમાં ઇજાના નિશાન હોવાથી પોલીસને શંકા જતા મૃ*તદેહ ને ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવ્યો હતો ,જેમાં પરિણીતાનું ગળુ દબાવી મો*ત નિપજાવ્યાનુ સામે આવ્યું હતું. અને આ મામલે પોલીસે મૃ*તકના પતી અને તેની બીજી પત્ની ની પૂછપરછ કરી હતી અને બન્ને એ હ*ત્યા કર્યાની કબૂલાત આપી હતી.
મોરબીના જાંબુડીયા ગામે ઓલ્વીન સીરામીક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય યુવકે ઘર પરિવારના કહેવાથી એક લગ્ન કર્યા અને બીજા લગ્ન પ્રેમિકા સાથે કર્યા.જેમાં પ્રેમિકા પત્ની સાથે રહેવામાં બાધારૂપ પત્નીને યુવકે અને તેની પ્રેમિકા પત્નીએ કાવતરું રચી મો*તને ઘાટ ઉતારી હતી તેમજ આ હ*ત્યાને અક્સ્માત માં ખપાવવા માટે પણ માસ્ટર પ્લાન ઘડ્યો હતો.ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે બંને ની ધરપકડ કરી સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈ તા. 23/12ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં અક્સ્માત મો*ત અંગે નોંધ થઈ હતી જેમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલ ઓલ્વીન સીરામીકની મજૂર ઓરડીમાં રહેતા પાયલબેન ઉર્ફે રાની રાહુલભાઈ નાયક કુદરતી હાજતે ગયેલ ત્યાં અચનાક બેભાન થઈ જતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.જે મૃત્યુના બનાવમાં મૃ*તકને શરીરે તેમજ ગળાના ભાગમાં ઇજાના નિશાન હોય પોલીસને શંકા જતા મૃ*તદેહ ને ફોરેન્સિક લેબ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતો ,જેમાં પરિણીતાનું ગળુ દબાવી મો*ત નિપજાવ્યાનુ સામે આવ્યું હતું.અને આ મામલે પોલીસે મૃ*તકના પતી અને તેની બીજી પત્ની ની પૂછપરછ કરી હતી અને બન્ને એ હ*ત્યા કર્યાની કબૂલાત આપી હતી.
ત્યારે ઉપરોક્ત બનાવની જાણ મૃ*તક પરિણીતાના પિતા અર્જુનસિંહ મોડાજી માંગીલાલજી નાયક બન્જારા ઉવ.-50 રહે.વોર્ડ નં.-15 રાયપુર તા.પીડાવા જી.ઝાલાવાડ (રાજસ્થાન)વાળા તાત્કાલિક મોરબી ખાતે આવ્યા હતા ત્યારે તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રાહુલ રોડુલાલ નાયક (રહે.હંસપુરા તા.સુણાસરા જી.મન્દસોર(એમ.પી.) (હાલ-રહે. ઓલ્વીન સીરામીક કારખાનામાં, જાંબુડીયા સીમ તા.જી.મોરબી) અને રેવાલીબેન રાહુલ નાયક (રહે હાલ ઉપરોક્ત રાહુલ નાયક સાથે મજૂર ઓરડીમાં) એમ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરીયાદીની દિકરી મરણ જનાર પાયલ ઉર્ફે રાનીના પતિ રાહુલ રોડુલાલ નાયકને રેવાલી સાથે આડા સબંધ હોવાથી આરોપી રાહુલ આ રેવાલીને પોતાની બીજી પત્નિ તરીકે સાથે રાખતો હોય જ્યારે મૃ*તક પાયલને પત્નિ તરીકે સાથે રાખવી ન હોય જેથી બંને આરોપીઓએ સાથે મળી પાયલ ઉર્ફે રાનીનુ ગળુ દબાવી મો*ત નિપજાવી હ*ત્યા નિપજાવી હતી.
ત્યારે બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા મૃ*તક પાયલ ઉર્ફે રાનીની લાશને દોરડાથી બાંધી તેની ઓરડીની બારીમાંથી પાછળ નિચેના ભાગે લાશ ઉતારી મુકી દઇ જાજરૂ કરવા ગઈ અને અચાનક બેભાન મૃત્યુ નીપજ્યું છે તેવી જાહેરાત કરી હતી અને આરોપી પતિ રાહુલએ પાયલના મો*ત બાબતે પોલીસને તેમના સસરાને ખોટી માહીતી આપી હતી પુરાવાનો નાશ કરી ગુન્હો કરવામા એક બીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે હ*ત્યા તથા પુરાવાનો નાશ કરવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: ઋષિ મહેતા