- દીકરીઓના હસ્તે પિતાની તમામ વિધિઓ કરી
- સ્મશાને સાથે જઈ પોતાના હસ્તે તમામ વિધિઓ કરી અને અંતિમ ક્રિયા કરી
- દીકરો જ નહિ દીકરી પણ મોક્ષ અપાવી શકે છે
મોરબીમાં વૃદ્ધ પિતાનું અવસાન થતા તેમની દીકરીઓએ પિતા ને કાંધ આપી અને અંતિમ ક્રિયા કરી વૃદ્ધ પિતાનું ઋણ ચૂકવ્યું છે સાથે જ દીકરો જે કરી શકે તે દીકરી પણ કરી શકે છે તેવું વધુ એક ઉદાહરણ સમાજ ને પૂરું પાડ્યું છે.
મોરબીમાં રહેતા વૃદ્ધ ગુણવંતરાય મણિશંકર જાનીનું લાંબી બીમારી બાદ ૯૫ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું ત્યારે તેઓને સંતાન માં કોઈ દીકરો છે નહિ અને ચાર દિકરીઓ છે જે ચારે દીકરીઓને પરણાવી દીધેલ છે અને તેઓના ઘરે પણ સંતાનો છે અને ચાટે દીકરીઓ ના જન્મથી શરૂ કરી ને પોતાના દેહ છોડ્યા સુધી સ્વર્ગસ્થ ગુણવંતરાય એ દીકરીઓ ના નાના મોટા દરેક દુઃખમાં ભાગીદાર થવા માટે હંમેશા તૈયારી દર્શાવી છે
ત્યારે તેઓના આ ઋણ ચૂકવવાનો પ્રયાસ કરતા ચારે દીકરીઓએ પોતાના પિતા ને અંતિમ યાત્રામાં કાંધ આપી હતી અને સ્મશાન પર સાથે જઈ પોતાના હસ્તે તમામ વિધિઓ કરી અને અંતિમ ક્રિયા પણ કરી હતી અને દીકરો જ માતા પિતાને કાંધ આપી શકે દીકરો જ મોક્ષ અપાવી શકે તેવી માન્યતા માંથી હવે બહાર આવવા માટે સમાજને નવી રાહ ચીંધી છે.
અહેવાલ: ઋષિ મહેતા