મોબાઈલના વડગણના કારણે માતા-પિતા અને સમાજી બાળકો-ટીનેજર્સ દૂર રહેવા લાગ્યા
ડિપ્રેશન અને માનસિક બિમારીના કિસ્સા પણ વધ્યા
સ્માર્ટફોન કંપનીઓ પણ બાળકો અને ટીનેજર્સને ધ્યાનમાં રાખીને જ એડવર્ટાઈઝમેન્ટ કરતી હોવાથી વાત વધુ વણસી છે
સ્માર્ટફોનના કારણે લોકો મુર્ખ બની રહ્યાં હોવાની વાત જગજાહેર છે. સ્માર્ટફોનના વડગણ અને તેના દૂષણના કારણે અનેક પરિવારોની જીંદગી તબાહ થઈ ચૂકી છે. અવાર-નવાર આવા કિસ્સામાં પ્રકાશમાં આવતા રહે છે. ખાસ કરીને બાળકો અને ટીનેજર્સને લાગેલુ સ્માર્ટ ફોનનું ઘેલુ સમાજ માટે ખૂબજ હાનીકારક છે. અનેક સંશોધકો અને નિષ્ણાંતો પણ આ વાતને સ્વીકારી ચૂકયા છે. મોબાઈલ પાછળની આંધળી દોટ સમાજને કયાં લઈ જશે તેની કલ્પના કરીને પણ મનમાં કમકમાટી વ્યાપી જાય છે.
સ્માર્ટફોન પાછળનું ઘેલુ કઈ પ્રકારનું સ્વરૂપ ધારણ કરી શકે તેના કિસ્સા રાજકોટમાં જોવા મળે છે. બાળકોને ટાર્ગેટ કરીને પણ અનેક જાહેરાતો માર્ગો પર લાગેલી દેખાય છે. મોબાઈલનો ઉપયોગ પુખ્તવયના વ્યક્તિ માટે વધુ જરૂરી હોય ત્યારે જાહેર ખબરમાં બાળકનો ઉપયોગ અનૈતિક માર્કેટીંગ સ્ટાઈલ તરફ આંગળી ચીંધે છે. સ્માર્ટફોન માટે આ પ્રકારનું માર્કેટીંગ સમાજના ભવિષ્યને હાનીકારક નિવડી શકે છે.
મોબાઈલની આંધળી દોટ કુટુંબને કઈ રીતે છીન્ન-ભિન્ન કરી શકે તેનું તાજુ ઉદાહરણ રાજયમાં જોવા મળ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ધો.૧૨નો અભ્યાસ કરતા ૧૭ વર્ષીય ટીનેજરના માતા-પિતા ૧૮૧ હેલ્પલાઈનના કાઉન્સેલરની મદદ માંગવા મજબૂર યા છે. બાળકને સ્માર્ટ ફોનના એડીકશનમાંથી બહાર કાઢવા તેઓ અભયમ હેલ્પલાઈનમાં કોલ કરે છે. છેલ્લા એક મહિનામાં તે તરૂણ બસ એકલો એકલો રહ્યાં કરે છે તેનો એક માત્ર સાી સ્માર્ટ ફોન છે. એક મહિનાી નાહયો ની. મિત્રો કે માતા-પિતા સાથે વાત પણ કરતો નથી.
કાઉન્સીલ દરમિયાન એવું પણ જાહેર થયું કે, માતા-પિતા વચ્ચે વારંવાર ઝઘડો તાં ટીનેજર ત્રાસી ચૂકયો હતો અને મોબાઈલમાં સમય વ્યતીત કરવા લાગ્યો હતો. ધીરે ધીરે મોબાઈલ તેની આદત બની ગયો અને દુનિયાદારીનું ભાન ભુલી તે સ્માર્ટફોનમાં જ રચ્યો-પચ્યો રહેવા લાગતા માતા-પિતાને ૧૮૧ હેલ્પલાઈનનો સહારો લેવો પડયો છે.
આવા અનેક કિસ્સા સમાજમાં જોવા મળે છે. દરેક વિસ્તાર કે સોસાયટીમાં કોઈને કોઈ બાળક કે ટીનેજર એવું મળી જ આવે કે જેને દિવસના અમુક કલાક મોબાઈલ વાપરવો જ પડતો હોય. મોબાઈલમાં ઈન્ટરનેટ કે ગેમમાં સમય વ્યતીત કરતા કરતા તે ક્યારે એડિકશનનું સ્વરરૂપ ધારણ કરી લે છે તે કહેવું મુશ્કેલ છે. એક કિસ્સો એવો પણ નોંધાયો છે જેમાં યુવતીને સેલ્ફી પડાવવાનો શોખ ચઢયો હતો તે દિવસમાં ૧૦૦ થી ૧૫૦ સેલ્ફી પાડવા લાગી હતી. ધોરણ-૧૦માં હોવા છતાં મોબાઈલ પાછળ ખાસ્સો સમય વ્યતીત કરવાના કારણે તે નાપાસ ઈ હતી.