જાફરાબાદ તાલુકાના આઠ ગામોના ખેડુતોની વર્ષો જુની બંધારા બાંધવાની માંગણીનો સરકારે આખરે સ્વીકાર કર્યો
જાફરાબાદ તાલુકાના મિતીયાળાના મુળ પથરેખા ઉપર રાજય સરકારે ગઇકાલે રૂ ૮૦૦ કરોડના ખર્ચે બંધારો બાંધવાનો નિર્ણય લેતા અને સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સ્થળની મુલાકાત લઇ ડીસીંગ કરવા માટેની પ્રોઇઝર હાથ ધરતા પછાત તાલુકાની છાપ ધરાવતા જાફરાબાદ તાલુકામાં ખેડુતોમાં હરની હેલી ઉભરાઇ છે. રૂ ૮૦૦ કરોડના ખર્ચે નવો બનનારો આ બંધારો કાર્યરત થશે એટલે જાફરાબાદ તાલુકાના મિતીયાળા, વાંઢ, કાગવદર સહીતના ગામોને ૯૩.૫૦ એમ.સી.એફ.ટી. સિંચાઇ માટેનું પાણી મળતું થઇ જશે.
જાફરાબાદ તાલુકાના મિતીયાળા, વાંઢ, લુણાસાપુર, નાગ્રેશ્રી સહીતના નવેક ગામના ગ્રામ્યજનો છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ મિતીયાળા ગામે બંધારો બાધવામાં આવે તો આઠ દસ ગામના ખેડુતો ને સિંચાઇ માટેનું પાણી મળી રહે અને આ ગામોમાં નિદ પ્રતિદિન દરિયાઇ ખારાશ જે જમીનોમાં ચોમેર પ્રસરી છે. તેમાં રૂકાવટ આવે પરીણામે ખેડુતોની જમીન ફળરુપ બને તેવી રજુ આતો વારંવાર કરતા હતા ગત વિધાન સભાની ચુંટણી માં ભાજપ પરાસ્ત થતા અને કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરનો વિજય થતાં તેમણે વર્ષો જુની ખેડુતોની માંગણી વાળો પ્રશ્ર્ન હાથ ઉપર લઇ વિધાનસભાની પ્રશ્ર્નોતરી દરમ્યાન આ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને સત્વરે અમલ કરાવવાની માંગણી કરી હતી. અંબરીશ ડેરે સરકારશ્રીમાં એવા મતલબની રજુઆત કરી હતી કે જાફરાબાદ તાલુકાને અતિ પછાત તાલુકાનું લેબલ લાગેલું છે. અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં દરિયાઇ ખાંરાશનું પ્રમાણ જમીનોમાં પ્રસરી રહ્યું છે. આને અટકાવવા સરકાર યોગ્ય સમયસર ના પગલાઓ લેવા જોઇએ., વાંઢ, મિતીયાળા, લુણસાપુર સહીતના ગ્રામ્યજનોની રજુઆતો પછી ધારાસભ્ય અંબરીશ ડેર અને મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયાએ મિતીયાળા ગામની મુલાકાત લઇ જે સ્થળે બંધારો થઇ શકે તેમ છે. તે સ્થળની મુકાલાત પણ લીધી હતી. સરકારમાં આ યોજના શરુ કરવાની જુની યોજના હતી ને વેળાએ રૂ ૮૦૦ કરોડના ખર્ચે આ બંધારો બની શકે તેમ હતો. પરંતુ હવે આ બંધારાને વ્યવસ્થીત અને ટકાઉ બનાવવો હોય તો નિષ્ણાતોના મને ૧ર થી ૧પ કરોડનો ખર્ચ થવા જાય છે. સરકાર ૬૦૦ કરોડ મંજુર કર્યા છે. ધટતી રકમ પણ કામનું નિર્માણ થાય ત્યારે ફાળવે તેવી આ તાલુકાના આઠ દસ ગામના ખેડુતોમાંથી માંગણી ઉઠી છે. આ નવો બનનારો બંધારો કાર્યરત થશે તે પછી પ૦૦ એકટર જમીનમાં સિંચાઇનું પાણી પુરુ પડશે તેવું માનવું છે. આમ જાફરાબાદ તાલુકાના આઠ દસ ગામોના ખેડુતોની વર્ષો જુની બંધારો બાધવાની માંગણીનો સરકારે સ્વીકાર કરતા સર્વત્ર હર્ષ ની લાગણી જોવા મળે છે.