- બહુજન આર્મીના લખન ધુવા તેમજ પીડિત પરિવાર દ્વારા કરાઇ માંગ
- બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ પીડિત પરીજનોની લીધી મુલાકાત
- આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ : પીડીતાનો ભાઈ
- દરેક સમાજના લોકોને ન્યાયની લડતમાં જોડવા અપીલ કરાઈ
માંડવી: સોમવારના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામે રહેતી યુવતીની કરપીણ હ*ત્યાના મામલે આજે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ પીડિત પરિવાર જનોની મુલાકાત કરી પરિવાર જનોને આશ્વાશન આપ્યું હતું પીડિત પરિવાર જણાવતા કહ્યું છે .કે આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સાથે અન્ય લોકો પણ સંડવાયલા હોઇ સકે છે. જે બાબતે તટષ્ત તપાસ થવી જોઈએ અને તમામની ધરપકડ થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ પીડિત પરિવાર દ્વારા કરાઇ છે.
આજે આ ગંભીર ઘટનાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે સમગ્ર મામલે લખન ધુવાએ જણાવ્યું હતું કે આ ગંભીર અને અંતી દુઃખદ ઘટના છે. મારો વિરોધ કોઇ સમાજથી નથી રહ્યો અને રહેશે પણ નહિ જે ગુનેગાર છે. તેને કડકમાં કડક સજા થવી જોઈએ એ ગુનેગાર પછી ગમે તે સમાજનું હોય ગુનેગાર માત્ર ગુનેગાર જ છે. આ ઘટનાથી અત્યારે આ ગામમાં અને સમાજમાં પણ ભયનો માહોલ છવાયો છે. ઉત્તર પ્રદેશના જેવી ઘટનાઓ હાલ કચ્છમાં પણ બીની રહી છે. ત્યારે બહેન દીકરીઓ આપણા કચ્છમાં હવે સુરક્ષિત નથી તે આ ઘટનાથી જાણી શકાય છે. જયારે એક તરફ સરકાર બેટી બચાઓ અને બેટી પઢાઓ ના નારા લગાવ્યા કરે છે. અને બીજી તરફ આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આપણી બહેન દીકરીઓ સુરક્ષિત છે એ કેમ માનવું કચ્છના ગોઘરાની જે આ ઘટના બની છે. ત્યારે કચ્છની દરેક બહેનો દીકરીઓની સલામતી વિશે અનેકો સવાલો ઉભા થયા છે. બૂટલેગરો બે ફામ થઈ દારૂ વેચતા રહે છે. બેવડાઓ જ્યાં ત્યાં દારૂ પી નશામાં બહેન દીકરીઓ ને હેરાન પરેશાન કરતા હોય છે. ગણી બધી માતાઓ બહેનો બીક રાખીને આવી બાબતે ખુલ્લી ને વાત પણ નથી કરતી જો કે આવા બનાવ બન્યા પછી જ માલૂમ પડે છે. જયારે સરકાર રાજકીય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર ગોર નિદ્રામાં છે. તેવું લાગી રહ્યું છે. પીડિત પરિવારની મુલાકાત માટે અહીંના ચુંટાયેલા પ્રતિનિધિઓ ને આવીને પીડિત પરિવારની વેદના સાંભળવી જોઈએ સાથે દરેક સમાજની બહેન દીકરીઓની સલામતી માટે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરાવું જોઈએ જેથી આવી દુઃખદ ઘટનાઓ ના બને
અહેવાલ: રમેશ ભાનુશાલી