- પાણીનો વેડફાટ રોકવા માટે મહિલાઓએ કરી માંગ
- વેડફાટ અટકાવવા ચીફ ઓફિસર દ્વારા અપાઈ સુચના
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણીનો બગાડ કરી હજારો લિટર પાણી રોડ પર વહી જતું હોવાના આક્ષેપો સાથે મહિલાઓ નગરપાલિકાએ પહોચી હતી. અને પાણીના બગાડ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. નગરપાલિકા કચેરીમાં રહીશો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ નક્કર પગલાં નહીં લેવાતાં આખરે સોસાયટીની મહીલાઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં પહોચીને હોબાળો મચાવ્યો હતો. શિયાળામાં પાણીની ઘટ પડી રહી છે તો ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાવી ભીતિ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓને પાણીનો બગાડ અટકાવવા માટે સુચનાઓ અપાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણીનો બગાડ કરી હજારો લિટર પાણી રોડ પર આવી જાય છે. અને જે લોકો બગાડ કરતા હોય તેની ઉપર કાર્યવાહી કરાવવા બાબતે માંગરોળ નગરપાલિકા કચેરીમાં રહીશો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ નક્કર પગલાં નહીં લેવાતાં આખરે સોસાયટીની મહીલાઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં પહોચીને હોબાળો મચાવ્યો હતો.
આ ઉપરાંત આક્ષેપો કરતા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હજુતો શીયાળો શરૂ છે અને માંગરોળ શહેર માં ઉનાળામાં પાણીની ઘટ હોયછે એટલે પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થાય તો ઉનાળામાં પાણીની પરિસ્થિતિ વિકટ બને જેથી પાણી વેડફાય અને ચોક્કસ એરીયાઓમાં પોતાના ઘરમાંથી પાણી રોડ સુધી પહોંચી જાય અને રાહદારીઓ જતા બાળકો શહીદ લોકો નથી કરતી નગરપાલિકા તરફથી કાર્યવાહી મત હતા આજ ફરિયાદ નહિ પહોંચ્યા નગરપાલિકા માંગરોળ શહેરમાં અનેક જગ્યા એ જાહેર રસ્તા કે રોડ પર આવું પાણી ભરાયેલું જોવાં મળે છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં આખરે મહિલાઓ દ્વારા કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. હાલ તો નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓને આવો પાણીનો બગાડ થતો હોય તેવા ઉપર કાર્યવાહી કરવા નળ કનેક્શન કટ કરવા સહિત ની કડક કાર્યવાહી કરવા પણ સુચના આપી હોય પણ જોવાનું એ રહ્યું કે કર્મચારીઓ દ્વારા કામ થશે કે કેમ? તેવા પ્રશ્નો સાથે આક્ષેપો સ્થાનિકો દ્વારા કર્વ્ફામાં આવ્યા હતા.