- ખેતીની લીલછમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો
- લીઝ મંજૂરી નહીં કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ
માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો શરૂ છે જેને લઈને આસપાસનાં વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાના આક્ષેપો સાથે અનેક પથ્થરની ખાણો ઉપર ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે માંગરોળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલછમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે. અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી રજૂઆત કરવામાં આવી છે. પથ્થરની ખાણો હોવાથી દરીયાનુ ખારૂં પાણી જમીનમાં આગળ વધી રહ્યું હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાયા છે. અને લીઝ આસપાસ જમીનોમાં ધુળો ઉડીને તેમજ ખારા પાણી થતા હોવાનાં આક્ષેપો સાથે મજુરી ન આપવા રજૂઆત કરાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણાં સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમાટ શરૂ છે ત્યારે આસપાસનાં વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો ઉપર ફરીયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલછમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરી આ લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરી છે.
હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે માંગરોળ પંથકમાં પથ્થરની ખાણો હોવાથી દરીયાનુ ખારૂં પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે અને લીઝ આસપાસ જમીનોમાં ધુળો ઉડીને તેમજ ખારા પાણી થયજતા હોવાનાં આક્ષેપો સાથે આ લીઝને મંજૂરી નહીં મળે તે માટે ફરીયાદો ઉઠી છે. આ સાથે અવ આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં અઆવ્યા હતા.
અહેવાલ: નીતિન પરમાર