- કાર્યક્રમમાં ધારાસભ્ય, રાજભા મામા સરકાર સહિતના બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
- સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ જોષીએ કર્યું
માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના શહયોગ દ્રારા માનવતાની મહેક કેન્દ્રના ઉદ્ગાટન સંદર્ભે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન લોક ઉપયોગી માનવતાની મહેકમા શહેરીજનો દ્રારા પોતાની બીન જરુરી ચીજ વસ્તુઓ રાખી શકશે. આ તકે ધારાસભ્ય, રાજભા મામા સરકાર, માંગરોળ DYSP, પુર્વ DYSP, દાસારામ બિલ્ડર જુનાગઢના, શહેર ભાજપ પ્રમુખ, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ, ભાજપ કોંગ્રેસ આગેવાનો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માળીયા તાલુકાના પોલીસ વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ જોષીએ કર્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના શહયોગ દ્રારા માનવતાની મહેક નામે સોપાન શરુ કરાયું, જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા તેમજ મામા સરકાર હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ તકે સામાજિક રાજકીય આગેવાનો,હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહીયા હતા.
લોક ઉપયોગી માનવતાની મહેકમા શહેરીજનો દ્રારા પોતાની બીન જરુરી ચીજ વસ્તુઓ જેવા કે કપડા,ચપ્પલ, બુટ,ચોપડાઓ બાળકોના રમકડાં જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે,, જેથી જરુરીયાતમંદો આવી પોતાની ઉપયોગીતા પુર્ણ કરી શકે, આ માનવતાની મહેક નું વ્યવસ્થા રુપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું,
માનવતાની મહેક કેન્દ્રના ઉદ્ગાટન સંદર્ભે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા, રાજભા મામા સરકાર, માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પુર્વ ડી વાય એસ પી બી ડી વાઘેલા, દાસારામ બિલ્ડર જુનાગઢના અરવિંદભાઈ, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા, ભાજપ કોંગ્રેસ આગેવાનો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માંગરોળ માળીયા તાલુકાના પોલીસ વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીયા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોષી એ કર્યું હતું.
અહેવાલ: નીતિન પરમાર