ચાલો ઉજવીએ બાળકની તંદુરસ્તીને….!
બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારે પરિવારનાં દરેક સભ્યોમાં ઉત્સાહની લાગણી જોવા મળે છે પરિવાર તો ઠીક મિત્રવતૃળ સગાસંબંધી દરેકને ખુશીની લાગણી હોય છે ત્યારે જે માતા બાળકને જન્મ આપનારી છે તેના ગર્ભમાં એ બાળક નવ મહિનાથી વિકાસ પામી રહ્યું હોય છે અને બાળકના અંગે અંગ અને શ્ર્વાસે શ્ર્વાસના પડકારને પોતાના ગર્ભથી જ મહેસુસ કરતી આવી છે એટલે જ માતા અને બાળકનાં સંબંધ એક ગહેરાઇ જોવા મળે છે પરંતુ વાત છે બાળકના જન્મ પછીની બાળક જન્મે ત્યારે તેને બાહારના વાતાવરણને અનુકુળ થવામાં તકલીફ ન પડે તે હેતુથી બાળકને એક હુંફની જ‚ર હોય છે ત્યારે બાળકને બહારનું વાતાવરણથી કંઇ ઇન્ફેક્ટ ન લાગે તે માટે ડિલીવરી બાદનું માતાનું પહેલું ઘાટુ પીળું દૂધ બહુ જ ગુણકારી સાબિત થાય છે. તે પહેલા ધાવણમાં અનેક ગણી રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા રહેલી છે અને ભરપુર માત્રામાં ન્યુટ્રીશન્સ રહેલા છે જે બાળકનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ જ‚રી છે. પરંતુ અનેક પરંપરાગત માન્યતાઓ અને વિધિ વિધાનો એવા છે જે બાળકને આ પૌષ્ટિક આહારથી દૂર કરે છે. જ્યારે આ બાબતે જાગૃતતા લાવવા હવે તબિબો પણ પરિવારનાં સભ્યોએ સલાહ સુચન આપે છે અને પરંપરાને છોડી નવા જે બાળક માટે લાભદાયી છે તેવા રસ્તા અપનાવવાનો આગ્રહ કરે છે. કહેવાય છે કે માતાનું પહેલું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે.