- શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા
- આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ
- અધિકારીઓએ તાકીદે પગલાં લેવાની હૈયાધારણા આપી
ભુજ શહેરમાં ગટરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર ગટરના પાણીના કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સ્થિતીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને, પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. સ્થાનિકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે. તેમજ અધિકારીઓએ જણાવ્યું હતું કે અંગે તાકીદે પગલાં લેવામાં આવશે.
ભૂજ શહેરમાં ગટરની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણીના મુદ્દાઓનો ઉકેલ હજુ સુધી મળી શક્યો નથી, અને હવે આ સમસ્યા ભૂજ પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચતા ભારે અસંતોષ ફેલાયો છે.
પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર ગટરના પાણીના કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એછે કે ગટરના દુર્ગંધભર્યા પાણીથી માર્ગ પર જવાની પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને, પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાને કારણે ભૂજ શહેરમાં આ સમસ્યા વધુ ઉગ્ર બની છે.
સ્થાનિક વાસીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ગટરના પાણીના જમાવડાને કારણે સ્વચ્છતાના દાવાઓ ફ્લોપ થયા હોય તેવા ચિત્ર બહાર આવી ગયા છે આ સમસ્યાથી આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે.
ભૂજના નગરપાલિકા અધિકારીઓએ આ અંગે આશ્વાસન આપ્યું છે કે ગટરની સમસ્યાને ઉકેલવા તાકીદે પગલાં ભરવામાં આવશે. જોકે સમસ્યામાંથી ઉગારવાના કામો ક્યારે શરૂ થાય છે અને જનતાને રાહત મળે છે કે નહિ તે જોવું રહ્યું. બાકી હવે ભૂજ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે.