અગલે બરસ ફીરસે તુમ્હે આના હે આના હી હોગા, જલવા દિખાના હી હોગા
રાજકોટ શહેર ભાજપ ઘ્વારા શહેર ભાજપ કાર્યાલય સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ ત્યારે ગણપતિ મહારાજનાં દશાંશ હવન સાથે ગણપતિ મહોત્સવનું સમાપન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ બપ્પા મોરીયા,
અગલે બરસ તુ જલ્દી આ’ના ના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાઈ આપી વિસર્જન કરવામાં આવ્યું હતું . આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી , મોહનભાઈ કુંડારીયા , અરવિંદ રૈયાણી , કિશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , ધસુખ ભંડેરી , નિતીન ભારઘ્વાજ , રક્ષાબેન બોળિયા , ભાનુબેન બાબરીયા , ડો . દર્શીતાબેન શાહ , પુષ્કર પટેલ , વીનુભાઈ થવા , સુરેન્દ્રસિહ વાળા , રાજુભાઈ બોરીચા , વિક્રમ પુજારા , અનીલભાઈ પારેખ , હરેશભાઈ જોષી , કિરણબેન માંકડીયા , મહેશ અઘેરા , લલીત વાડોલીયા , યાકુબ પઠાણ , સહિતનાં સાથે વોર્ડના પ્રમુખ , મહામંત્રી , પ્રભારી , કોર્પોરેટરો તેમજ વિવિધ શ્રેણીનાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાઈ આ વિસર્જન મહાઆરતીનો લાભ લઈ ગણપતિ ને પ્રિય મોદકનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.અને ગણપતિ દાદાની મૂર્તિનું ભાજપ કાર્યાલય ખાતે જ કુંડમાં વિસર્જન કરી તેને ભાવભીની વિદાય આપી હતી અને ’ ગણપતિ બાપા મોરીયા , અગલે બરસ તુ જલ્દી આ ’ ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
આ તકે ગણપતિ યજ્ઞમાં જે.પી. ધામેચા અને તેમનાં ધર્મ પત્નિ ઉપસ્થિત શાસ્ત્રી બાલુભાઈ મહારાજ ભૂદેવો દવારા વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતુ . ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી , જીતુ કોઠારી , કિશોર રાઠોડ , નરેન્દ્રસિહ ઠાકુરે અનિલભાઈ પારેખ , હરેશ જોષી , પ્રણિભાઈ ડોડીયા ,
2મેશભાઈ જોટાંગીયા , જયંતભાઈ ઠાકર , પોપટભાઈ ટોળીયા , પંકજભાઈ ભાડેશીયા , રાજુભાઈ કુંડલીયા , રાજન ઠકકર , વિજય મેર , નલ્લારીયાન પંડિત , ચેતન રાવલ , રાજ ધામેલીયા , ભાવિન ધોળકીયા , નવનીતભાઈ સહિતનાંએ જહેમત ઉઠાવી હતી .