તમામ મતદાન મથકોએ ભાજપનો ‘મન કી બાત-ચાય કે સાથ’ કાર્યક્રમ

વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાજપનો ચૂંટણી પ્રચાર ઘેરો બનતો જાય છે. વડાપ્રધાન મોદીની મનની વાત માટે ભાજપે હવે ચાની ચુસ્કી આપવાનું પણ શ‚ કર્યું છે. ગઈકાલે વિવિધ સ્થળોએ ભાજપના નેતાઓએ ચાની ચુસ્કીઓ ભરી વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. ૧૮૨ વિધાનસભા બેઠકોના ૫૦૧૨૮ મતદાન મથકોએ ભાજપ દ્વારા ‘મન કી બાત-ચાય કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો.

ચાઈપે ચર્ચા મનકી બાતમાં ગુજરાત ભાજપ પ્રદેશનાં જનરલ સેક્રેટરી રામલાલ રહ્યા ઉપસ્થિત હતા તેઓએ કહ્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને ‘મન કી બાત’ કરે છે. મહિનાનાં છેલ્લા રવિવારે જેમાં એક મુદાને લઈ તેઓ આ ભારત વર્ષને સંબોધન કરતા હોઈ છે. અને આ વખતે ગુજરાતમાં પણ વિશેષ ‚પથી દેખાડવામાં આવ્યું છે. ભાજપ દ્વારા તમામ ભાજપના હોદેદારો, રાષ્ટ્રીય નેતા સહિત સર્વે ગુજરાતનાં ખૂણે ખૂણે આવી પહોચ્યા છે. જેમાં મારો પ્રવાસ રાજકોટ ખાતેનો હતો. સંવિધાન દિવસ હોવાના નાતે નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કર્યું હતુ, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ કર્યં હતુ. લોકોને અપીલ પણ કરી કે, સમવિધાનને આધીન થઈ પોતાનું જીવન જીવે ૨૬/૧૧ ઘટનાને લઈ ભારતવાસીઓએ એક જૂથ થઈ આતંકવાદ વિ‚ધ્ધ લડવું જોઈએ, નેવી ડેના દિવસે નેવી જે રીતે દેશના સમુદ્ર તટની રક્ષા કરે છે તેને પણ યાદ કર્યું હતુ અને બીજા દેશોની પણ મદદ કરી છે. નરેન્દ્ર મોદીએ ઉત્વાહ વધારવા પણ લોકોને આહવાન કર્યું હતુ જૂની અને દુખ ભરી વાતોને વાગોળવી ન જો,એ અને સારી અને ભવિષ્યને કઈ રીતે ઉજવળ બનાવવું તે દિશામાં ચર્ચા , વિચારણા કરવી જોઈઓ, ૨૦૧૮ની સાલ સુખમય જીવન સાથે સા‚ થાય તે પણ સંદેશ પાઠવ્યો હતો. ચૂંટણીનો સમય છે.

જેને લઈ બુથ લેવલ ઉપર ચાઈ પે ચર્ચાનો સમય શ‚ થયો છે. હર બુથસમિતિને આદેશ કરાયો છે કે મતદારો નો સંપર્ક કરે, અને વધુને વધુ મતદાન થાય તે દિશામાં આગળ વધે અને બુથ જીતાડવાનો પ્રયાસ કરે જો બુથ જીતશે તો જ ચૂંટણી જીતાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.