હર હાલ મેં જીત…!
૨૦૧૬માં લગાતાર પાંચ ટેસ્ટ હાર્યા બાદ અધિકારીઓની વાતે સ્મિથને સ્તબ્ધ કરી દીધો: રમવા માટે નહીં જીતવા માટેના પૈસા ચુકવીએ છીએ
ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટના અધિકારીઓ જેમ્સ સદરલેન્ડ અને પૈટ હોવોર્ડ ટીમમાં હર હાલ મે જીતને લઈને અહમ ભૂમિકા નિભાવી છે. જેના કારણે ટીમે બોલ સાથે છેડછાડ કરવા જેવી વિવાદાસ્પદ ઘટનામાંથી પસાર થવું પડયું સ્થિથ પર આ ઘટનામાં સામેલ થવા બદલ એક વર્ષ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સ્મિથે ફોકસ ક્રિકેટને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મને યાદ છે કે અમારી ટીમ હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે નવેમ્બર ૨૦૧૬માં હારી ગઈ હતી અને આ અમારી ટેસ્ટ ક્રિકેટમાં લગાતાર પાંચમી હાર હતી. આ અગાઉ શ્રીલંકામાં અમે ત્રણ ટેસ્ટ હાર્યા હતા. મને યાદ છે કે જેમ્સ સદરલેન્ડ અને પૈટ હોવાર્ડ અમારા રૂમમાં આવ્યા અને તેમણે કહ્યું કે અમે તમને રમવા માટેના પૈસા નથી આપતા જીતવા માટેના આપીએ છીએ.
વધુમાં સ્મિથે કહ્યું કે, માટે જેમને લાગે છે કે તેમનું આવુ કહેવું નિરાશાજનક હતું. અમે મેચ હારવા માટે નહોતા રમી રહ્યા. અમે જીતવાના ઉદેશ્યથી જ મેદાનમાં ઉતરતા હતા અને તેના માટે મહેનત પણ કરતા હતા અને સારું પ્રદર્શન કરવાની કોશિશ પણ કરતા હતા. સદરલેન્ડે આ ઘટના બાદ જયાં મુખ્ય કાર્યકારીના પદેથી રાજીનામું આપી દીધું તો ટીમ પ્રદર્શન સાથે જોડાયેલા અધિકારી હોવાર્ડને ગત મહિને સ્વતંત્ર સમિતિએ સમીક્ષા બાદ બર્ખાસ્ત કરી દીધા હતા. હોવાર્ડએ લોકોમાં સામેલ હતા જેણે આ ઘટના બાદ સ્મિથ અને અન્ય ખેલાડીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા.
વધુમાં સ્મિથે જણાવ્યું કે, હું હવે, ક્રિકેટ ટીમમાં પરત આવવા માગું છું અને મને અશેઝમાં ટીમ (પેન) અને વિશ્વ કપમાં ફિચી (આરોન (ફંચ)ની આગેવાનીમાં રમવાની મજા આવશે. હું તેમની મદદ માટે મારાથી સંભવ બધા પ્રયાસ કરીશે. હું ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટને આગળ વધારવા મદદ કરીશ. હું સારું રમીને સફળતા મેળવવા માંગુ છું અને હું તેના માટે તૈયાર છું.