ઝાડા-ઊલટી જેવા પાણીજન્ય રોગોી લઈને આંખ અને કાનના ઇન્ફેક્શનનું કારણ આ પૂલ હોઈ શકે છે. વેકેશનમાં જ્યારે બાળક પૂલમાં સ્વિમિંગ શીખે કે ફક્ત ધુબાકા મારી આનંદ લેતું હોય ત્યારે તેની હેલ્ પર અસર ન ાય એ માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે

અંધેરીમાં રહેતી માલતી પોતાના ૩ વર્ષના દીકરા તન્મયને ઉનાળાની ગરમીમાં મજા કરાવવા માટે તેની ક્લબના સ્વિમિંગ-પૂલમાં લઈ જતી હતી. બાળક નાનું હતું, પરંતુ તે જોતી કે તેની ક્લબમાં એ ઉંમરનાં ઘણાં બાળકો આવે છે તો તેને લાગતું કે સ્વિમિંગ શીખે- ન શીખે પાણીમાં અડધો કલાક ધુબાકા મારી લે તો પણ ઘણું કહેવાય. બાળકને પણ શરૂઆતમાં બીક લાગતી, પરંતુ પછી તેને પણ ખૂબ મજા આવતી. માલતીને તું સારું જ છે, પરંતુ તકલીફ ત્યારે ઈ જ્યારે તન્મયને એક જ અઠવાડિયાની અંદર ડાયેરિયા ઈ ગયા. તેની તબિયત એટલી કળી કે અમુક કલાકો હોસ્પિટલમાં રાખવો પડ્યો.

પવઈમાં રહેતી પાંચ વર્ષની શ્રેયાને વેકેશન પડ્યું એટલે તે દરરોજ તેના પપ્પાની સો ઘરની નજીકના સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ શીખવા જતી. બે અઠવાડિયાંમાં તો તે સરસ તરતાં શીખી ગઈ હતી. પરંતુ તેને અચાનક જ યુરિનમાં બળતરા વા લાગી. ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી તેને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન ઈ ગયું છે. બીજાં બે અઠવાડિયાં શ્રેયાને પૂલી દૂર રાખવાની સલાહ આપવામાં આવી. અત્યારે તેની દવા ચાલે છે.

એક સમય હતો જ્યારે ગામની વહેતી નદીમાં બાળકો ધુબાકા લગાવતાં. શહેરોમાં આ નદીઓનું સન સ્વિમિંગ-પૂલે લીધું છે. ઉનાળો છે અને એમાં પણ વેકેશન. જો તમે કોઈ ક્લબના મેમ્બર હો કે ઘરની નજીક આવેલા સ્વિમિંગ-પૂલની મુલાકાત તમે લીધી હોય તો તમને ખ્યાલ હશે કે એપ્રિલ-મે અને જૂન, આ ત્રણ મહિના સ્વિમિંગ-પૂલ નાનાં ભૂલકાંઓી ભરેલા જ જોવા મળશે. માંડ ચાલતાં શીખ્યાં હોય એવાં નાનાં ટબૂડિયાં સ્વિમિંગ-કોસ્ચ્યુમ પહેરીને પૂલમાં ધુબકા લગાવતાં હોય અને કિલકારી કરતાં હોય એ જોવાનો આનંદ જ જુદો છે. દરેક ઉંમરના બાળકને પાણી પ્રિય હોય છે. એમાં તેમને મજા જ આવ્યા કરે છે. પરંતુ સ્વિમિંગ-પૂલ સો અમુક પ્રકારનાં રિસ્ક પણ જોડાયેલાં છે, જે રિસ્કને સમજવાં જરૂરી છે. સેફ્ટી અને હાઇજીનનું ધ્યાન રાખવા છતાં કુમળાં બાળકોને હેલ્-પ્રોબ્લેમ્સ આવી શકે છે.

બાળકની યોગ્યતા

સ્વિમિંગ-પૂલમાં આમ તો કોઈ પણ બાળક કોઈ પણ ઉંમરે જઈ શકે એવું લોકો માનતા હોય છે. ખાસ કરીને જો સોસાયટીમાં પૂલ હોય કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ પૂલ હોય તો ખૂબ નાની ઉંમરી બાળકો એમાં જતાં હોય છે. પરંતુ તમારા બાળકને ક્યારે પૂલમાં મોકલવું એ જરા સમજી લેવા જેવું છે. આ બાબતે સમજાવતાં ઝેન હોસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડોકટર કહે છે, સ્વિમિંગ શીખવાડવાની આદર્શ ઉંમર ૪-૫ વર્ષની ગણી શકાય. એ પહેલાં જો પેરન્ટ્સ પોતાની સો બાળકને ટ્યુબની મદદી કે બીજા કોઈ સપોર્ટ સો ફક્ત ફ્લોટિંગ માટે કે મજા માટે પુલમાં લઈ જવા ઇચ્છતા હોય તો જઈ શકાય, પરંતુ આ બાબતે સાવધાની જરૂરી છે. ૪-૫ વર્ષે પણ જ્યારે બાળક સ્વિમિંગ શરૂ કરે ત્યારે પણ શરૂઆતમાં સતત તેની સો કોઈ હોય એ જરૂરી છે. આ સિવાય જો તમારું બાળક વારંવાર માંદુ પડતું હોય, તેની ઇમ્યુનિટી ડેવલપ ન ઈ હોય, તેને રહેતાં હોય, તેને શ્વાસની કોઈ તકલીફ હોય કે બ્રોન્કાઇટિસની ફરિયાદ અવારનવાર રહેતી હોય તો તેને સ્વિમિંગ ચાલુ કરાવતાં પહેલાં તેના ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી.

પેરન્ટ્સની જવાબદારી

અમુક પ્રકારની સાવધાની અત્યંત જરૂરી છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, તમે જે જગ્યાએ બાળકને લઈ જાઓ છો ત્યાં કયા પ્રકારનું હાઇજીન છે, કેવી સિક્યોરિટી છે એની બરાબર તપાસ કરો અને પછી જ બાળકને ત્યાં મોકલો. બાળક શરૂઆતમાં શીખતું હોય ત્યારે તેના નાકમાં અને મોઢામાં આ પાણી જાય જ છે. જો પાણી મલિન હશે તો બાળક માંદું પડવાનું જ છે. આ સિવાય જો પૂલમાં એકસો ખૂબ બધાં બાળકો હશે તો પણ રિસ્ક વધવાનું જ છે એટલે અતિ ભીડમાં તેને ન લઈ જાઓ. બીજી એક મહત્વની જવાબદારી એ છે કે તમારું બાળક જો ોડું પણ માંદું હોય તો તેને પૂલમાં ન જ લઈ જાઓ, કારણ કે એી માંદગી તો વધશે જ પરંતુ એને કારણે બીજાં બાળકો પણ માંદાં પડશે.

ફાયદા

સ્વિમિંગ-પૂલ સો અમુક પ્રકારનાં રિસ્ક જોડાયેલાં છે એ વાત સાચી, પરંતુ એને લીધે બાળકોને આ ખુશીી વંચિત રાખવાનું યોગ્ય ન ગણાય. બીજું એ કે નાનાં બાળકો કે આમ તો કોઈ પણ ઉંમરનાં બાળકો માટે સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. તેમના ગ્રો યર્સમાં શરીરને આ રીતે કસવામાં આવે તો સ્નાયુઓ મજબૂત બને છે અને હા-પગની સ્ટ્રેન્ગ્ વધે છે. ઘણાં બાળકો, જે ક્યારેક જમવામાં નખરાં કરતાં હોય છે તેમને આ પ્રકારની એક્સરસાઇઝ ખૂબ ફળે છે. સ્વિમિંગ કર્યા પછી તે એવાં ાકે છે કે ફટાફટ જમી લે છે, વ્યવસ્તિ ટાઇમ પર સૂઈ જાય છે. ઓવરઍક્ટિવ બાળકો, જે વેકેશનમાં કંટાળે અને ઉધમ મચાવે એવાં બાળકો માટે સ્વિમિંગમાં તેમની એનર્જી ઘણી ખર્ચાય છે અને એી તેઓ ોડાં શાંત બને છે. આ સિવાય પાણી એક પંચમહાભૂતનું મહત્વનું તત્વ છે. એમાં રહેવાી બાળકની આંતરિક શક્તિઓ ખીલે છે. આપણાં શહેરી બાળકોને વહેતી નદી નસીબમાં ન હોય તો કંઈ નહીં, પરંતુ સ્વિમિંગ-પૂલ એનો ખોટો વિકલ્પ પણ ની. એ હકીકત છે કે સ્વિમિંગ-પૂલમાં અમુક પ્રકારનાં હેલ્-રિસ્ક જોડાયેલાં છે, પરંતુ એમ સમજીને ડરી જવાની જરૂર ની. જરૂરી કાળજી લઈને બાળકને એમાં ચોક્કસ મોકલી શકાય છે.

શું ઈ શકે?

બાળક સ્વિમિંગ-પૂલમાં જાય તો અમુક પ્રકારના હેલ્-પ્રોબ્લેમ્સ તેને આવી શકે છે. આ કયા હેલ્-પ્રોબ્લેમ છે એ જાણીએ ચિયર્સ ચાઇલ્ડ કેર, કેમ્પ્સ કોર્નરના પીડિયાટ્રિશ્યન ડોકટર પાસેી.

  1. બાળકને પાણીજન્ય રોગોનું રિસ્ક વધી શકે. આવા રોગો એટલે ઝાડા-ઊલટી કે ટાઇફોઇડ. મલિન કે દૂષિત પાણીને લીધે આવા રોગ ાય છે. જો પૂલનું હાઇજીન બરાબર ન હોય તો આવું ઈ શકે છે. ઘણી વાર જે બાળકને આવા રોગો હોય તે બાળક પૂલમાં આવે તો બીજા બધા જ બાળકને આવાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.
  2. આ સિવાય ઘણી વાર બાળકો પૂલમાં વધુ સમય રહે અને પૂલની બહાર પણ ખૂબ ભીનાં ઈને રહે તો તેમને સાઇનસની તકલીફ ઈ શકે છે. સતત પણ રહે.
  3. આ સિવાય સ્વિમિંગ-પૂલમાં પાણીને જંતુમુક્ત કરવા માટે વાપરવામાં આવતું ક્લોરીન બાળકની નાજુક ત્વચા પર પણ અસર કરી શકે છે. ચાંઠાં, ખંજવાળ, ઇન્ફેક્શન કે સનબર્ન જેવા ત્વચા સંબંધિત પ્રોબ્લેમ્સ ઊભા ઈ શકે છે. આ માટે સારી સનસ્ક્રીન લગાવવી જરૂરી છે જે ફક્ત સૂર્યનાં કિરણોી જ નહીં, બાળકને ક્લોરિનની અસરી બચાવે છે.
  4. બાળકોમાં આવા કેમિકલયુક્ત પાણીને કારણે આંખ અને કાનનું ઇન્ફેક્શન પણ ખૂબ જ સામાન્ય છે, જેનાી બચવા સ્વિમિંગ ગ્લાસિસ પહેરવા અને કાનને વ્યવસ્તિ સાફ રાખવા જરૂરી છે.
  5. પૂલને કારણે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નાની છોકરીઓમાં વાની શક્યતા વધુ છે. આ પ્રોબ્લેમી બચવા એ ભાગને વ્યવસ્તિ સાફ રાખવો. સ્વિમિંગ વેઅર અત્યંત ટાઇટ ન હોય એનું ધ્યાન રાખવું અને બાળકોને સ્વિમિંગ કરતાં પહેલાં અને પછી ટોઇલેટ જવાની આદત નાખવી, જેી કોઈ પણ બાળક યુરિનને રોકી ન રાખે કે પછી પૂલમાં તેમને યુરિન પાસ કરવું ન પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.