- વાસાવડ, બાબરામાં સમયમાં પણ ફેરફાર કરવા કરી ડેપો મેનેજરની કરી રજુઆત
- વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન અને ST ડેપોને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી
બાબરા: ધરાઇ અને વાવડી ગામના અંદાજે 50 થી 60 વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 માં બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામની નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળા પૂરી થાય ત્યારે બસ મળતી નથી. આ દરમિયાન ધરાઈ અને વાવડી ગામના બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈને, અમરેલી સંસદ સભ્ય, બાબરા ધારાસભ્ય, ઉપલેટા ડેપો મેનેજર, અમરેલી ડેપો મેનેજર, જૂનાગઢ ST ડેપો નિયામકને વાસાવડ-બાબરાનો સમય દેવળિયાથી 4 : 45 ની જગ્યાએ 5: 15 નો કરવાની અને ઉપલેટા -ભાવનગર બસ પુનઃ શરૂ કરવાની અરજી કરાવામાં આવી હતી. તેમજ ઉપલેટા-ભાવનગર રૂટની બસ સેવા પુન: શરૂ કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન અને એસ. ટી. ડેપોને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વધુમાં વિગતો એવી છે કે ધરાઇ અને વાવડી ગામના અંદાજે 50 થી 60 વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 માં બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામની નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. આ શાળાનો સમય 11 થી 5 નો છે. સવારે જ્યારે બધા શાળાએ જાય છે ત્યારે તેઓને નિયમિત બસ મળે છે પરંતુ શાળા પૂરી થયે મળતી બસ નથી. ઉપલેટા – ભાવનગર કે જે મોટા દેવળીયા 5 : 30 એ આવે છે તે બસ પણ છેલ્લા થોડા સમયથી બંધ કરી દેવામાં આવેલ હોય વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકતા નથી. એક બીજી બસ વાસાવડ – બાબરા સાંજે 4 : 45 એ આવે છે.
જેથી આ બસમાં જવા માટે વિદ્યાર્થીઓએ શાળાએથી વહેલું નીકળી જવું પડે જે શક્ય ન હોય ધરાઈ અને વાવડી ગામના બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈને, અમરેલી સંસદ સભ્ય, બાબરા ધારાસભ્ય, ઉપલેટા ડેપો મેનેજર, અમરેલી ડેપો મેનેજર, જૂનાગઢ એસ. ટી. ડેપો નિયામકને વાસાવડ – બાબરાનો સમય દેવળિયાથી 4 : 45 ની જગ્યાએ 5: 15 નો કરવાની અને ઉપલેટા – ભાવનગર બસ પુનઃ શરૂ કરવાની અરજી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન અને એસ. ટી. ડેપોને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.