- પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર
- વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
- ત્રણ કલાક બાદ ચીફ ઓફિસરે આવેદન સ્વીકાર્યું હોવાના આક્ષેપો
- યોગ્ય કાર્યવાહી કરવાની હૈયા ધારણા અપાઈ
બગસરા: 2024ના છેલ્લાં દિવસે લોકો નવા વર્ષના સ્વાગત માટેની ઉજવણી કરતા હોય છે, ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ અને લોકો દ્વારા બંધનું એલાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારતા ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય સામાજીક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ પણ વેરામાં વધારો થતાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આજે બગસરા શહેર સજ્જડ બંધ રાખ્યા બાદ આવતીકાલે વેપારીઓ રેલી કાઢી નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, બગસરામાં નગરપાલિકા દ્વારા કમર તોડ વેરા વધારવા બાબતે લઈને સમગ્ર બગસરા ઉગ્ર રોસ સાથે સમજણ બંધ લોક ડાઉન સેવા માહોલ જોવા મળ્યો બગસરામાં નગરપાલિકા દ્વારા કમર તોડ વેરાના વિરોધમાં સમગ્ર બગસરા સજ્જડ બંધ લોક ડાઉન જેવો માહોલ જોવા મળ્યું સમગ્ર બગસરા ના વેપારીઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ તથા નવ નિયુક્ત વેપારી મહામંડળ વિવિધ સંસ્થાઓ ઉગ્ર વિરોધ કરી ને નગરપાલિકા દ્વારા ઠરાવ કરેલ રદ કરી ને બગસરા ના હિત માટે આ વેરો બાકાત કરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંત અધિકારી બગસરા તથા ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં નગરપાલિકામાં સમગ્ર બગસરાના વેપારીઓ દ્વારા ચીફ ઓફિસરને જ આવેદનપત્ર આપવો જેથી ચીફ ઓફિસરને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે હું 10 મિનિટમાં આવું છું ત્યારબાદ ફરી ફોન કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હું ગાંધીનગર છું ત્યારબાદ પ્રાંત અધિકારી સાહેબને ફોન કરીને જણાવ્યું કે બગસરાના તમામ વેપારીઓ અહીં નગરપાલિકાએ આવેદનપત્ર જેવા ચીફ ઓફિસરને આવ્યા છે પરંતુ ચીફ ઓફિસર અલગ અલગ વાતો કરીને અમોને ગુમરાહ કરે છે ત્યારબાદ ચીફ ઓફિસર ને માનનીય અધિકારી પ્રાંત દ્વારા ટેલિફોનિક જણાવતા તેઓ ત્રણ કલાક બાદ નગરપાલિકાએ આવેદન સ્વીકારવા આવ્યા હતા. તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
પહેલા તો ગોળ ગોળ વાતો કરી અને દિનેશભાઈ હડિયલ ને ચીફ ઓફિસર જણાવ્યું હતું કે તમો ત્યાં ડિસ્પ્લેમાં આવેદનપત્ર આપી દિયો પરંતુ વેપારીઓ એ કહ્યું કે અમો તે રીતે આવેદનપત્ર નહીં આપશો તમારે અહીં નગરપાલિકાએ આવવું જ પડશે ત્યારબાદ ચીફ ઓફિસર બગસરા ના વેપારીઓને રોડ ઉપર ત્રણ કલાક તડકામાં બેસાડીને હાજર થયા હતા જેથી બગસરા ના વેપારીઓમાં ચીફ ઓફિસર સામે ઉગ્ર રોસ જોવા મળ્યો હતો સમગ્ર બગસરા તમામ બજારો માર્કેટિંગ યાર્ડ શાકભાજીની હરાજી શાકમાર્કેટ તમામ વિસ્તારો એ આ નગરપાલિકાના વેરા વધારવા બાબતે લઈને ઉગ્ર રોશ સાથે વિરોધ વ્યક્ત કરી સમગ્ર બગસરા ના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો તેમજ જ્યાં સુધી નગરપાલિકા દ્વારા વેરો વધારે લ ઠરાવ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાન ઉપર કાળા વાવટા બાંધીને વિરોધ વ્યક્ત કરશે તેમ ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંસ્થા તથા વેપારી દ્વારા પ્રેસ મીડિયા ને જણાવ્યું હતું તેમજ તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.