૧૨૦૦થી વધુ લોકો પદયાત્રામાં જોડાયાસમીર વિરાણી   બગસરા

પાલીતાણાથી જૂનાગઢ જતો છરીપાલીકસંઘે બગસરાના મુંજીયાસર પાસે વિશ્રામ લીધો હતો. જેમાં ૧૨૦૦થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા તેમજ ભારતના અલગ અલગ રાજયોમાંથીલોકો જોડાયા હતા. આ સંઘમાં ૧૦૦ જેટલા કાર્યકર તથા ૭૦૦ જેટલા માણસોરસોઈ તથા અન્ય કામગીરી કરવા માટે રાખેલ હતા. આ સંઘમાં ધર્મરક્ષીત સુરીસ્વરજી મહારાજ સાહેબ તથા હેમ વલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબની કૃપાથી આ સંઘનીયાત્રા સફળ થઈ છે.

DSC 0718 1

આ સંઘમાં ૪૫ જેટલા ઉંટ, ગાડા, હાથી, ઘોડા, ફોર વ્હીલ ગાડીઓ, ભગવાનનોરથ, બેન્ડ, ઢોલ, નગારાવિવિધ પ્રકારના વાજીત્રશે સાથે બાણુ ટેન્ટ મંડપ આ સામુહિક પદયાત્રા સંઘમાં સાથે રાખવામાંઆવ્યા છે. તેમજ રસ્તામાં આવતી શાલાઓમાં સંઘ દ્વારા દરેક વિદ્યાર્થીઓનેદફતર કીટ વિતરણ કરવામાં આવે છે તેમજ સંઘ દર્શનાર્થે આવેલ લોકોને પ્રસાદ પોતાના ભાવથી ભાવતું ભોજન કરાવે છે. શત્રૃજય (પાલીતાણા)થી ગીરનાર જતો સંઘ ગીરનાર ભક્તિ પરિવાર આયોજીત છરીપાલીકા સંઘ ધર્મરક્ષીત સુરીશ્ર્વરજીમહારાજ સાહેબ તથા હેમ વલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબની કૃપા અને આશિર્વાદથી યાત્રાસફળ થઈ છે. આ સંઘમાં જયાં જયાં ઉતારા થાય છે ત્યાં દરેક જ્ઞાતિનાલોકો દર્શનાર્થે જાય છે અને સંઘના લોકો તેને ભાવભર્યો આવકાર આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.