એન્જીનીયરીંગના પાણી શા માટે ઓસર્યા ?
કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેના હસ્તે બેંગ્લોરમાં ઈજનેરી તાલીમ સંસ્થાનો પ્રારંભ.
ફકત ૭% જ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ કવોલીફાઈડ છે. તેમ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ નિવેદન આપ્યું હતુ. તેમણે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે દેશમાં દોઢ કરોડ ઈજનેરો છે. તેઓ ‘ભણ્યા છે પણ ગણ્યા નથી’ કેમકે એવી સ્થિતિ છે કે કાં તો તેમને પ્રેકટીકલ તાલીમ મળી નથી. આ અભ્યાસ દરમિયાનની કચાશ છે અથવા તો તેઓ બિન અનુભવી છે. પરંતુ ૭ ટકા જ ભારતીય ઈજનેરો હાઈ લેવલનું એન્જીનીયરીંગ ટાસ્ક હેન્ડલ કરવાને સક્ષમ છે.
આ સાથે બેંગ્લોરમાં અનંતકુમાર હેગડેએ એરોસ્પેસ ડીઝાઈન ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યારે દેશમાં સોફટવેર એન્જીનીયરોની કમી છે. સિવિલ એન્જીનીયરો ઘણા છે. સાથોસાથ એરોપ્સે અને એવિયેશન સેકટરમાં ઈજનેરોની કમી છે. અહી ૧૨મું ભણીને તેઓ કેનેડા, ઓસ્ટ્રેલીયા, અમેરીકા, લંડન આગળ ભણવા જતા રહે છે. અને ત્યાંજ જોબ મળી જતા કાયમી ખાતે સેટલ થઈ જાય છે. એટલે જ તો હવે સરકારે મેક ઈન ઈન્ડિયા મિશન શ‚ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશનાં કાનપૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ એરોસ્પેસ ડીઝાઈન ટ્રેનિંગ સેન્ટર સપ્ટેમ્બર ૨૦૧૬માં ખૂલ્લુ મૂકયું હતુ ત્યારબાદ દેશમાંથી એરોસ્પેસના વધુ અભ્યાસ માટે બહાર જતા છાત્રોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમુક કિસ્સામાં તો વિદેશમાં પાયલોટની ટ્રેનિંગ લઈને તેઓ સેવા ભારતમાં આપે છે. આ કિસ્સો બોલીવૂડ મૂવી ‘સ્વદેશ’ (શાહ‚ખ ખાન, મંજરી દેસાઈ) જેવો છે. જેમાં શાહ‚ખ અમેરીકા (નાસા)માં જોબ કરતો હોય છે. અને અચાનક તેને સ્વદેશની સેવા કરવાનું સૂજે છે.