પ્રોજેકટ લાફઈ દ્વારા મહિલાઓ મહિને સરેરાશ ૧૫થી ૩૫ હજારની આવક મેળવી શકે તેવી તાલીમ અપાય છે
તાજેતરમાં પાલડી અમદાવાદ ખાતે પ્રોજેકટ લાઈફના નારી સશકિતકરણ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લાની વષૅ ૨૦૧૯ની પ્રથમ તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન ૧૫૦ મહિલાઓને કૌશલ્ય વર્ધન તાલીમ આપી આર્થિક રીતે સ્વ. નિર્ભર બને તે હેતુથી તાલીમ ઉદઘાટનનો પ્રારંભ ડો. નીતિન અને બીના અંબાણી મીસીગન, યુ.એસ.એ. દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે સંસ્થામાંથી તાલીમ પામેલ અમદાવાદ જિલ્લાની આ દશકાની સર્વશ્રેષ્ઠ ૧૫ મહિલાઓને પોતાનો વ્યવસાય વિકસાવવાની કીટ આપી બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને નલીનીબેન સોલંકી લોસ એન્જલસ, યુ.એસ.એ. રહ્યા હતા મુખ્ય મહેમાનો તરીકે માધવીબેન અંબાણી, ડો. જીતેન્દ્ર અને કોકીલા પાડલીયા, ડો. ભારતી અને ડો.અ‚ણ પાલખીવાલા, જયપ્રકાશ મહેતા, યુ.એસ.એ.ની ખાસ ઉપસ્થિતિ હતી. આ કોકીલાબેન અને નાનાલાલ સોલાણી, દિલીપ મીઠાણી, યુ.કે.થી ઉપસ્થિત રહ્યા હતા.
તુષાર દલાલ, વેલકમહેરીટેજ હોટેલ, મહેશ દોશી અમદાવાદથી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સફળ બહેનોએ હાજર રહી પોતાની સંઘર્ષ અને સફળતાની વાત કરી હતી. આ મહિલાઓ મહિને સરેરાશ ૧૫ થી ૩૫ હજારની આવક મેળવે છે. જે તાલીમના માધ્યમથી જ શકય બન્યું છે.
એવી વાત નવી તાલીમ લેનાર બહેનો સમક્ષ કરી હતી. અને મહિલાઓના જુસ્સામાં વધારો કર્યો હતો. પ્રોજેકટ લાઈફ સંસ્થા તાલીમાર્થી બહેનોને માત્ર તાલીમ જ નહી પરંતુ પોતે જે તાલીમ લીધી હોય તેને અનુસંગીક કીટ આપી તેઓને માર્કેટ સાથે પણ જોડી દેવામાં આવે છે. જેથી તેઓ સ્વ-નિર્ભર થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છેકે પ્રોજેકટ લાઈફ છેલ્લા ૪૦ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ