૧૮ રાજયોના ૧૨૯ જિલ્લાઓને ગેસ ગ્રીડથી જોડી દેવામાં આવશે: પ્રોજેકટના ૧૦માં ચરણમાં ૪૦૦ જિલ્લાઓ અને ૭૦ ટકા જન સંખ્યાને આવરી લેવામાં આવશે.
દેશમાં વિકાસના કાર્યોને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી ગેસ વિતરણ પ્રોજેકટને લીલીઝંડી આપી હતી. આ યોજના હેઠળ ૧૨૪ જિલ્લા તેમજ ૧૮ રાજયોને આવરી લેવામાં આવશે. ભારતીય ગેસ પ્રાધીકરણ લીમીટેડના અનુસાર દેવઘર શેખપુરા અને જમુઈ શહેરોમાં આવનાર વર્ષથી જ પાઈપ લાઈન દ્વારા ગેસનું વિતરણ શરૂ કરવામાં આવશે.
આ યોજનાથી ૩૫ ટકા ભૌગોલીક ક્ષેત્રમાં વસવાટ કરતી ૫૦ ટકા આબાદીને પીએનજી અને સીએનજીના સ્વરૂપમાં ઈંધણની સુવિધા ઉપલબ્ધ થશે. ભારતીય ગેસ પ્રાધીકરણ લીમીટેડના અધિકારીએ કહ્યું કે, પ્રોજેકટના ૧૦માં ચરણમાં ૫૦ જગ્યા ઉપર ગેસના વિતરણની વ્યવસ્થા માટે આજથી હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હરરાજીની પ્રક્રિયા બાદ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તમામ શહેરોના ઘરેલુ અને વાણીજય ઉપયોગ માટે ગેસની સુવિધાની કામગીરીને વેગ આપવામાં આવશે.