૨૪ ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારાશે: ૨૦ જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે
આગામી તા.૧૮ નવેમ્બર સુધી ચૂંટણીપંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ યોજાનાર છે જે પૂર્ણ થયા બાદ તા.૨૫ નવેમ્બરી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાનાર છે જે તા.૨૪ ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં તા.૨૦ જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે.
ચૂંટણીપંચ દ્વારા ૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર સુધી સમગ્ર દેશમાં સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં ચૂંટણીપંચ દ્વારા આ કાર્યક્રમની મુદત વધારીને ૧૮ નવેમ્બર કરવામાં આવી છે. આ ઉપરાંત દર વર્ષે યોજાતા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ના શેડયુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૧૮ નવેમ્બર સુધી મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ અને મતદાન મકોના રેાનાલાઈઝેશન, તા.૨૫ નવેમ્બરના રોજ સંકલીત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધી તા.૨૫ નવેમ્બર થી ૨૪ ડીસેમ્બર હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો, તા.૧૦ જાન્યુઆરી સુધીમાં મળેલા હક્ક-દાવાઓ પરત્વે નિર્ણય કરી આખરી નિકાલ કરાશે. તા.૧૭ જાન્યુઆરી સુધીમાં પુરવણી યાદી તૈયાર કરાશે. તેમજ તા.૨૦ જાન્યુઆરીના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે.