- માછીમારો સાથે અનેક સમાજ અને સંસ્થાઓના લોકો વિરોધમાં જોડાયા
- માર્કેટયાર્ડમાં શાકભાજીની હરાજી બંધ રહી
- દરિયાઇ જીવ સૃષ્ટિ અને દરિયાઇ વનસ્પતિની સુરક્ષા માટે વિરોધ
- ખેતીને પણ ગંભીર નુકસાન પહોચવાના આક્ષેપો
પોરબંદર: જેતપુરના પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટને લઇને સમગ્ર દરિયા કાંઠાના વિસ્તારોમા માછીમારો સહિત તમામ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને દરિયાઇ જીવ સૃષ્ટિ અને દરિયાઇ વનસ્પતિની સુરક્ષા માટે વિરોધ કરાઈ રહ્યો છે. માછીમારો સાથે અનેક સમાજ અને સંસ્થાઓના લોકો વિરોધમા જોડાઈ રહ્યા છે. જેને લઇ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમા પણ ખેડૂતોએ બંધ પાળી શાકભાજી ની હરરાજી બંધ રાખી હતી. જેતપુરના કેમિકલ વાળા પાણીના દરિયા સાથે ખેતીને પણ ગંભીર અસર પહોચવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો શહેરમાં પણ બંધને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. મોટાભાગના લોકોએ કામધંધા બંધ રાખી બંધનું સમર્થન કર્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જેતપુર પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ તેજ બન્યો છે. ગુજરાત સમસ્ત ખારવા સમાજે 26 ડિસેમ્બરે અડધા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરની વિવિધ સંસ્થા અને સમાજે ટેકો આપ્યો છે. ગુજરાતભર ના દરિયાઈ પટ્ટીના ખારવા સમાજ દ્વારા બંધ નું આયોજન કરવામાં આવેલ છે આ અંતર્ગત પોરબંરના ખારવા સમાજ દ્વારા 26 ડિસેમ્બરે અડધો દિવસ બંધ નું આયોજન છે.જેમાં સેવ પોરબંદર સી દ્વારા આ બંધ ને સમર્થન કરી ખારવા સમાજની જેતપુર પ્રદૂષિત પાણીની પાઇપ લાઇન ના વિરોધ ને ઉગ્ર કરેલ છે.
તેમના સભ્યો નું કહેવું છે કે આ માટે પોરબંદર માં માછીમાર ભાઈઓ નો જીવાદોરી ની વાત નથી પણ સમગ્ર પોરબંદર અને ખેડૂત લોકો સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે.તેમજ વ્યાપાર ઉદ્યોગ જગત પોરબંદર અને પોરબંદર જિલ્લા કોળી સેના તરફથી સમર્થન આપવામાં આવેલ છે અને વેપારીઓ આજે સંસ્થાના સભ્યો પણ શહેર ના હિત માટે બંધ માં જોડાશે. અત્રે નોંધનીય છે કે, પ્રદૂષિત પાણીના કારણે દરિયાઇ જીવસૃષ્ટિને નુકસાન થતાં પોરબંદરની આર્થિક સ્થિતિ તેમજ રોજગારીને મોટી અસર થશે.