- પોલીસે હાલ હવાસની હેવાનિયત ભર્યા આરોપીને પકડી પાડ્યો
- સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે એક નરાધમ શિક્ષકે 12 વર્ષીય માસુમ વિદ્યાર્થીનીને ધમકી આપી ચાર ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત આ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ બનાવના પગલે મંડેર સહીત ઘેડ પંથકમાં શિક્ષક સામે રોષ જોવા મળ્યો હતો. પોલીસે હાલ આ હવાસની હેવાનિયત ભર્યા આરોપીને પકડી પાડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીની તુરંત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘેડ પંથક ના મંડેર ગામે રહેતી એક મહિલા એ માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ૧૨ વર્ષ અને ૧૦ માસ ની પુત્રી ને શાળા એ જવાનો સમય થયો હોવા થતા ઇનકાર કરી દીધો હતો અને બાળકી એ રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી હતી જેમાં તેના શિક્ષકે તેનીસાથે ખરાબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું જેને લઇ સમગ્ર પરિવાર હચમચી ગયો હતો આ બાળકી સરકારી શાળા માં અભ્યાસ કરે છે અને તે શાળાના શિક્ષક વિપુલ ગોહેલ બળજબરીથી કપડા કાઢી નીચે સુવડાવી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહિ પરંતુ આ નરાધમે બીજા દિવસે પણ સ્કુલની બિલ્ડીંગના બીજા માળે લઇ જઈ ફરીથી બળજબરી થી આ માસુમ બાળકી સાથે ખરાબ કામ કર્યું હતું અને તે પછી બીજા દીવસે પણ અલગ-અલગ સમયે બે વખત ખરાબ કામ કર્યું હતું અને જો કોઈ ને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે બાળકી ની વાત સાંભળી તેના પરિવાર એ તુરંત સમગ્ર પરિવાર ને જાણ કરી હતી અને સમાજ ના આગેવાનો ને પણ જાણ કરી હતી ત્યાર બાદ બધા શાળા ના આચર્ય ને મળવા ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી અને તુરંત નરાધમ શિક્ષક વિપુલ ને પકડી પોલીસ મથક ખાતે વધુ પુછપરછ અર્થે લાવી હતી સમગ્ર મામલે બાળકી ની માતા એ ફરીયાદી બની શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે
બનાવ ના પગલે મંડેર સહીત ઘેડ પંથક માં શિક્ષક સામે રે રોષ જોવા મળે છે ૪૦ વર્ષીય નરાધમ શિક્ષક મંડેર ની શાળા માં ધો ૬ થી ૮ ના મદદનીશ શિક્ષક તરીકે ૧૯-૧૨-૨૪ થી ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે ૨૦૧૭ માં શિક્ષણ વિભાગ માં જોડાયો હોવાનું જાણવા મળે છે ત્યારે તેણે અન્ય કોઈ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હાલ તો આ હવાસ ની હેવાનિયત ભર્યા પુજારી ને ઝડપી લઇ અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે આપના ટી વી સ્ક્રીન પર દેખાતો આ એજ શિક્ષક છે જેને શિક્ષણ જગત ને શર્મશાર કરી નાખ્યું છે એક માસુમ બાળકી કે જેને કઈ ખબર પણ પડતી નથી તેની સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આ શખ્સે કરતા સમગ્ર જિલા માંથી ફિટકાર વર્ષી રહ્યો છે.
અહેવાલ: અશોક થાનકી