ટેન્ડરમાં ૩ એજન્સીઓએ ભાગ લીધો: જે.પી.ઈન્ફ્રાસ્ટ્રકચરે સૌથી ઉંચા રૂ.૯૧.૯૧ કરોડના પ્રિમીયમની ઓફર કરી: આખરી નિર્ણય પીપીપી કમિટી કરશે
શહેરના પોશ વિસ્તાર એવા અમીન માર્ગ મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીનો પીપીપી આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયાં પીપીપી યોજના લાગુ કરવા માટે તાજેતરમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં જે.પી.સ્ટ્રકચર દ્વારા મહાપાલિકાને ૯૧.૯૧ કરોડની પ્રિમીયમ ચૂકવવાની ઓફર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભાવે ટેન્ડર મંજુર કરવું કે કેમ તેનો આખરી નિર્ણય પીપીપી આવાસ યોજના માટે રચાયેલી કમિટી કરશે.
આ અંગે વધુ માહિતી આપતા ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી અલ્પનાબેન મિત્રાએ જણાવ્યું હતું કે, અમીન માર્ગ મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં ફેઈઝ-૨ પીપીપી આવાસ યોજના લાગુ કરવામાં આવી છે. જેના માટે જુન માસમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. ટેન્ડરની મુદત પૂર્ણ થતા ગઈકાલે ટેકનિકલ બીડ રાખવામાં આવી હતી. જેમાં ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો. આજે ફાયનાન્સીયલ બીડ રાખવામાં આવી હતી. જેમાં અમીન માર્ગ મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં આવાસ યોજના લાગુ કરવા માટે ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. જેમાં રાજકોટની જેપી સ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ ૯૧.૯૧ કરોડ, માલાણી ક્ધસ્ટ્રકશને ‚ા.૬૯.૦૪ કરોડ અને જુનાગઢની આર.એમ.દાસા નામની એજન્સીએ ‚ા.૬૦.૦૦૩ કરોડના પ્રિમીયમની ઓફર રજુ કરી હતી. અહીં કુલ ૧૯,૭૧૬ ચો.મી. જમીન આવેલી છે. આ વિસ્તારમાં જંત્રી ભાવ ‚ા.૧૪,૫૦૦નો છે. જેની સામે પ્રિમીયમની ઓફર ગણવામાં આવે તો એજન્સી દ્વારા ‚ા.૪૭,૦૦૦ પ્રતિ ચો.મી. ભાવે ઓફર આપી છે. અહીં પીપીપી આવાસ યોજના લાગુ કરવામાં આવતા ૩૫૦ ઝુંપડાધારકોને વિનામૂલ્યે ફલેટ અને ૨૫ દુકાન ધારકોને નિ:શુલ્ક દુકાન આપવામાંઆવશે. આ ઉપરાંત મેઈન્ટેન્સ માટે એઓપીની રચના કરવામાં આવશે. જેના માટે બિલ્ડરે પ્રતિ ફલેટ દીઠ પ્રતિ ચોરસ મીટર ‚પિયા ૨૫૦ની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે અને જયાં સુધી સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાભાર્થીઓને ભાડુ પણ ચુકવવાનું રહેશે. ૩૫૦ ફલેટ અને ૨૫ દુકાન બનાવવા સહિત મેઈન્ટેનસ, સોલાર સિસ્ટમ પ્રોજેકટની અન્ય ફી જે મહાપાલિકાને ભરવાની થાય છે તે તમામનો હિસાબ કરવામાં આવે તો એજન્સીને પ્રિમીયમ ઉપરાંત વધુ ૪૦ કરોડ ‚ા.નો ખર્ચ થશે અને ફલેટ તથા દુકાન સહિતના બાંધકામ બાદ તેના ભાગમાં ૯ થી ૧૦ હજાર ચો.મી. જમીન વધશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૩ એજન્સીઓ દ્વારા જે પ્રિમીયમની ઓફર કરવામાં આવી છે તે પીપીપી આવાસ યોજના માટે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ રજુ કરી દેવામાં આવશે. આખરી નિર્ણય કમિટી લેશે.