- 2000થી વધારે ભાઈ બહેનો જોડાયા: 4 વર્ષથી લઈને 84 વર્ષના આરાધકોએ કઠિન ઉપધાન તપની આરાધના કરી
પાલીતાણા મહાતીર્થના આદપુર ગામમાં આવેલ સિદ્ધવડની ભુમિ પર શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ત્રિસ્તુતિક સંધ દ્વારા જૈન ધર્મ ની આરાધના માં કઠીન ગણાતું ઉપધાન તપ ની આરાધના શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા નાં શિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ ની પાવન નિશ્રામાં થરાદ તીર્થ નિવાસી દોશી દિવાળીબેન લલ્લુભાઈ પરિવાર આયોજિત જયન્તોત્સવ ઉપકારી ઉપધાન તપ નું અવિસ્મરણીય અને અકલ્પનીય આયોજન ચાલી રહ્યું છે. ગચ્છાધિપતિ શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મહારાજની તેમજ 165 સાધુ સાધ્વીજી ભગવંતો બીરાજમાન છે, તે સિદ્ધવડ ની ભુમી પર ચાલી રહેલ ઉપધાનનું ભવ્ય આયોજન થયું છે, જેમાં 4 વર્ષ ની બાળકી થી લઈને 84 વયના આરાધકો આ કઠિન ઉપધાન તપ આનંદ ઉત્સાહપૂર્વક આરાધના કરી રહ્યા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી ઉપરાંત વિદેશની ધરતી પર વસતા ભારતીયો પણ આ તપમાં જોડાયા છે, જયારે જૈન ધર્મના વર્તમાન ઇતિહાસમાં આટલી બહોળી સંખ્યામાં આરાધકો માં આવા ભૌતિક યુગમાં યુવાન ભાઈઓ અને બહેનો પણ આ કઠિન ઉપધાન તપ કરી રહ્યા છે.
આદપૂર મુકામે સિદ્ધવડની સિદ્ધ ભૂમિ પર વિશાળ ભુમિ ખંડમાં જયંતસેનનગરી ઊભી કરાઇ છે, જેમાં જૈન તીર્થનો અદભુત પ્રદશનો, તેમજ સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપયોગી સામગ્રીઓ રખાઇ, શ્રી શત્રુંજય ગિરિરાજ પર્વત પર આદિનાથ દાદાની ધજા ના દર્શન ટેલિસ્કોફ મારફતે થાય તેવી વેવસ્થા ઊભી કરાઇ છે, ઉપરાંત અનેક જૈન ધર્મને લગતા ચુસ્ત નીતિ નિયમોની કાળજી પુર્વક આયોજન કરવામાં આવ્યું છે, આ સાથોસાથ પર્યાવરણ અને પાણી નો ખોટો બગાડ ન થાય તે માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરાઇ છે, તેમજ વિશાળ ભુમિ ખંડમાં સાફ સફાઈની પણ પૂરતી કાળજી રાખી ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
આ ભવ્ય ઉપધાન તપમાં ગચ્છાધીપતિ શ્રી પ્રદ્યુમનવિમલ સૂરિશ્વરજી મ.સાં., ગચ્છાધિપતિ શ્રી નિત્યાનંદસૂરીશ્વરજી મ.સાં., આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સાં., આચાર્ય શ્રી ઉદયરત્નસુરીશ્વરજી મ.સાં સહિત 20 થી વધુ આચાર્ય ભગવંતો, તેમજ 400 થી વધુ સાધુ, સાધ્વીજી ભગવંતોએ આ ઉપધાન તપમાં પદાર્પણ કરી આરાધકોને આશીર્વાદ માટે પધારેલ અને આ અદભુત માહોલને અનુરૂપ પ્રવચન આપેલ,
આ ઉપરાંત ચાલી રહેલ ઉપધાનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી,શેઠ આ.ક.પેઢીના પ્રમુખ ટ્રસ્ટી સંવેગભાઈ, જૈન સંઘના અગ્રણી કુમારપાળભાઈ શાહ, કલ્પેશભાઈ વી. શાહ, સહિત ના જૈન શ્રેષ્ઠિઓ, રાજકીયઓ, સામાજીક અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં આ ઉપધાન તપમાં ગુરુ ભગવંતોના વંદનાર્થે તેમજ આરાધકોની અનુમોદના માટે પધારેલ.તેમજ ઉપધાન તપના આરાધકોને સાતા પુછવા માટે અત્યાર સુધીમાં 30હજાર થી વધુ લોકોનો માનવ મહેરામણ ઉમટીયો છે .
અત્રે ઉલ્લેખનીય છે કે, સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ત્રિસ્તુતિક સંધ દ્વારા જૈન ધર્મ ની આરાધના માં કઠીન ગણાતું ઉપધાન તપ ની આરાધના શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા નાં શિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ ની પાવન નિશ્રામાં થરાદ તીર્થ નિવાસી દોશી દિવાળીબેન લલ્લુભાઈ પરિવાર આયોજિત જયન્તોત્સવ ઉપકારી ઉપધાન તપમાં 2000 ની સંખ્યામાં આ આરાધના કરી આરાધકોએ ઇતિહાસ રહ્યો હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું છે.
ભૌતિક સુખસાધનોમાં રચ્યાં પચ્યાં રહેતા યુવાનો અને યુવતીઓ પોતાના આજના ભૌતિક યુગમાં પોતાના મોજ શોખના સાધન સામગ્રીઓનો ત્યાગ કરી અતિ કઠીન સાધુ જીવન જેવું અતિ કઠીન ઉપધાન તપની આરાધનામાં 1200 થી વધુ યુવકો યુવતીઓ જોડાઈને આ ઉપધાન તપની આરાધના કરી રહ્યા છે, આમાં વિશેષ તો એ છે કે, આ ઉપધાન તપના લાભાર્થી આયોજક પરિવાર પોતાના નામના કોઈ પણ બેનર, પતાકા વગર સમગ્ર આયોજનમાં પરિવાજનો સરળ, સાદગી, વિનમ્રતા થી સરળ સ્વભાવે લોકો સાથે આરાધના નિત્ય સેવા કરી રહ્યા છે. અને અદભુત સેવા પીરસી રહ્યા છે.