૩૩૫ નંગ ફ્રિઝ કોલ્ડ વાસી પાન, ૪૪ કિલો પાનનો મસાલો, ગુલકંદ, ચેરી અને કોપરાના ખમણનો નાશ: ત્રણ સ્થળે નમુના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ચોા દિવસે શહેરના ભક્તિનગર, મીલપરા, ઢેબર રોડ, જંકશન પ્લોટ, નિલકંઠનગર, નટરાજનગર, યુનિ. રોડ, પંચાયતનગર સહિતના વિસ્તારોમાં પાનની દુકાનોમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે ૩૩૫ નંગ ફ્રિઝ કોલ્ડ વાસી પાન, ૪૪ કિલો પાનનો મસાલો, ગુલકંદ અને ચેરી સહિતના જથ્ાનો નાશ કરી ત્રણ સ્ળેી નમુના લઈ ૧૪ પાનના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે કોઠારીયા રોડ પર સાગર પાન એન્ડ કોલ્ડ્રીકસ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીકસ, સોરઠીયાવાડી સર્કલ પાસે બાબા પાન, વિનોદ પાન, કુળદેવી પાન, આહિર ચોકમાં નંદરાય ડિલક્સ પાન, રવેચી ડિલકસ પાન, નહે‚નગર મેઈન રોડ પર નિલકંઠ પાન, અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં સંજય પાન, કૃષ્ણનગર મેઈન રોડ પર શુભમ ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીકસ, સ્વામીનારાયણ ચોકમાં શ્યામ ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીકસ, અંબાજી કડવા પ્લોટમાં ક્રિષ્ના ડિલકસ પાન કોલ્ડ્રીકસ, પટેલ પાન અને સાંગણવા ચોકમાં કુમાર પાન એન્ડ કોલ્ડ્રીકસમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ કિલો વાસી ચેરી, ૮ કિલો મીકસ ગુલકંદ, ૧૨ કિલો પાનનો મસાલો, ૮ કિલો તુટીફુટી, ૮ કિલો ગુલકંદ, ૧૫ કિલો નાળીયેરનું ખમણ, ૭ કિલો શંકાસ્પદ મીઠો મસાલો, ૩ કિલો મીઠી સોપારી અને ૩૫૫ નંગ ફ્રિઝ કોલ્ડ પાનનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૫૦ લીટર ઠંડા-પીણાનો નાશ કરવામાં આવ્યો હતો.
તમામ દુકાનોમાં પાન બનાવવા માટે નોન એડીબલ ચુનાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પકડાતા ૨૬૬ કિલો ચુનાનો જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે પટેલ પાનમાંી મીઠી સલી સોપારી, કુમારમાંી પાનમાં નાખવાનો ચુનો અને કાાના નમુના લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ફ્રિઝ કોલ્ડ પાન ખાવું આરોગ્ય માટે અતિ જોખમી છે. પાન શોપ ધારકે ૧૮ વર્ષી નીચેની વ્યક્તિને તમાકુના વેંચાણ પર પ્રતિબંધ છે તેવું બોર્ડ મારવું ફરજીયાત હોવાનું પણ તાકીદ કરવામાં આવી હતી.