- રવિ ગુરુ ભાણ સાહેબના 327 માં જન્મ જયંતી મહોત્સવની કરાશે ઉજવણી
- જલારામ બાપાના 144માં નિર્માણ દિવસની ઉજવણી અંગે આયોજન કરાયું
પાટણ જિલ્લાના વારાહીમાં આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મિટિંગો યોજાઈ હતી. જેમાં વારાહી ધામ, વારાહી નગર ખાતે થઈ ગયેલા રવિ ગુરુ ભાણ સાહેબના 327 માં જન્મ જયંતી મહોત્સવની 8 ફેબ્રુઆરીએ થનાર ઉજવણી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર તેમજ ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે 28 ફેબ્રુઆરીએ જલારામ બાપાના 144માં નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમનું આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બંને ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મિટિંગો યોજાઈ હતી જેની અંદર વારાહી ધામ ખાતે વારાહી નગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુ ભાણ સાહેબ ની 327 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવણી કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે સાથે સાથે જલારામ બાપાના 144 મો નિર્માણ દિવસ ની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટીંગ યોજાઈ હતી.
વારાહીનુ ગૌરવ મહાન સંત ભાણ સાહેબ મંદિરનો જીણોર્દ્ધાર થઈ રહેલ છે ત્યારે આ જગ્યા જાગતી થવા જઈ રહેલ છે. ત્યારે દર વર્ષ ની જેમ આ સાલ પણ ભાણ સાહેબ નો 327 મો જન્મજયંતિ મહોત્સવ મહા સુદ અગિયારસ ને શનિવાર 8/2/2025ના તથા જલારામ બાપા નો 144 મો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝુંપડી ગૌ શાળા માં મહા વદ દસમ ને 23/2/2025ને રવિવારના ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજ ના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઊજવણી કરશે.
ભાણ સાહેબ જન્મ જયન્તી મહોત્સવ વારાહીમા ભોજન ખર્ચના દાતા સ્વ. લલિતા અખાણી બદલ પીયુષ ભાઇ તથા વિપુલભાઇ. (વી. વી અખાણી) તરફથી દાતાને આપ્મવા આવ્યુ હતું. આ અંગે ચર્ચા અને આયોજન માટે મિટિંગ યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બંને કાર્યક્રમની અંદર સમગ્ર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યકરો યોજાશે.