- પીવાના પાણીના માટે ટેન્કર મંગાવવા પડતા હોવાનું જણાવ્યું
- સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા સ્થાનિકોની માંગ
- રજુઆતો કરવા છતાં યોગ્ય સમાધાન ન આવ્યું હોવાના આક્ષેપો
- છેલ્લા 7 વર્ષથી પીવાનું પાણી ન આવતું હોવાના આક્ષેપો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રીજી નગર સોસાયટીમાં વસવાટ કરતા સ્થાનિકોને નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. પીવાના પાણીના માટે ટેન્કર મંગાવવા પડતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું છે. રહેશો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજી નગર સોસાયટીના છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજી નગર સોસાયટીના રહેશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ રાધનપુર નો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
સાથે જ શ્રીજી નગરના રહેશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. શ્રીજી નગરના રહેશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવા મજબૂર બન્યા છે નગરપાલિકાને રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે પરંતુ નગરપાલિકા તેની જવાબદારીની ભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈને શ્રીજી નગરના રહેશો શુદ્ધ અને ચોખ્ખો પાણી મળી રહે તેવી માગણી કરી રહ્યા છે સુ શ્રીજી નગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણીનો ઈંતજાર કરીને બેઠાલા રહેશો હજુ પણ પાણીનો ઈંતજાર કરવો પડશે. આવા તમામા આક્ષેપો ત્યાના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા.