- અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી
- રાધનપુર ખાતે હાઇવે ચાર રસ્તા ખાતે કરાઈ ભવ્ય ઉજવણી
- રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલા ચોક હાઇવે ચાર રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામસેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણી ની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થા બાજી સાથે સંતવાણી નો કાર્યક્રમ રામ ચંદ્ર ભગવાન નો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગર સેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહીર અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામો અને પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલી સંતવાણી ની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણ ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : દિપક સથવારા