- સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન યોજાયું
- બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ રમતોની ટ્રેનિંગ લેવાઈ
- ગામના અગ્રણીઓ સહીત રમત અધિકારી એન.ડી ચૌધરી સાહેબે શુભેચ્છા પાઠવી
પાટણ: સાતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. જેમાં ચારણકા ગામના બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત ફૂટબોલ, એથ્લેટિક,ખોખોની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમજ આ ટ્રેનિંગ આયોજન માઇક્રોપ્લાનિંગ રીતે અને ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને શ્રેષ્ઠ કોચ દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન રમતગમત કોમ્પલેક્ષ પાટણ ખાતે યોજાયું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ ભાગીદારી નોંધાવી હતી. તેમજ આ સાથે ચારણકા ગામના અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી એન.ડી ચૌધરી સાહેબે શુભેચ્છા પાઠવી હતી.
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું જેમાં વિધ્યારાની ટ્રસ્ટ દ્વારા arch Development Foundation ના સહયોગથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સર્વાંગી વિકાસના ભાગરૂપે સ્પોર્ટ્સ ની કોચિંગ 2023 થી શરૂ કરવામાં આવી છે જેમાં ચારણકા ગામના બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત ફૂટબોલ, રગ્બી ફૂટબોલ, એથ્લેટિક, ખોખોની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ આયોજન માઇક્રોપ્લાનિંગ રીતે અને ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને શ્રેષ્ઠ કોચ દ્વારા આપવામાં આવી રહી છે બાળકો દ્વારા વિવિધ રમતોમાં ટુર્નામેન્ટમાં ભાગીદારી નોંધાવાય છે.
હમણાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન રમતગમત કોમ્પલેક્ષ પાટણ ખાતે યોજાયું હતું જેમાં ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ ભાગીદારી નોંધાવી હતી અને સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને આ સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રિન નેશનલ કોચિંગ કેમ્પ માં જશે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરશે અને ત્યારબાદ તારીખ 26 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની રગ્બી ફૂટબોલ અન્ડર 14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર 15 ગાંધીનગર ખાતે યોજાઇ હતી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી તમામ જિલ્લાની ટીમોએ ભાગીદારી નોંધાવી હતી અને પાટણ જિલ્લા વતી ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ રાજ્ય કક્ષાએ ભાગીદારી નોંધાવી હતી.
આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પાટણ જિલ્લાની ભાઈઓની ટીમ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને બહેનોની પાટણ જિલ્લાની ટીમ રાજ્ય કક્ષાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવેલ છે રાજ્ય કક્ષાની રગ્બીફૂટબોલ સ્પર્ધામાં ચારણકા ગામના છ ખેલાડીઓ નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે આ ખેલાડીઓ 15 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી પ્રિ નેશનલ કોચિંગ કેમ્પમાં આણંદમાં ટ્રેનિંગ માટે જશે ત્યારબાદ ગુજરાત ટીમ વતી પટના બિહારમાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે ખેલાડીના નામ રબારી વિરમ, રબારી સાહિલ, રબારી દેવા, જાડેજા અજયસિંહ, રબારી બાબુ,ગઢવી ઋષિરાજ, રબારી કરમણ, રબારી વીરી, રબારી આશા, રબારી હિરલ, રબારી સોની, રબારી રામી, રબારી હીમા, આહીર રૂપલ, આહીર જયશ્રી, આહીર રૂપલ, રબારી રામદેવ, રબારી દાના, રબારી સંજય, રબારી ભલા, રબારી રામા, રબારી માલા, આહીર સુમિત, રબારી કરસન છે તેમજ તમામ ખેલાડીઓ પટના બિહાર જશે. અને ત્યાર બાદ ફૂટબોલ માં પસંદગી થયેલ ચારણકા ગામની બહેનો ઇન્ડિયા ખેલો ફૂટબોલ ના પસંદગી પ્રે નેશનલ કેમ્પમાં ચાર જાન્યુઆરી 2025ના રોજ નાસીક મહારાષ્ટ્ર ખાતે ભાગ લેશે ખેલાડીના નામ રબારી વિરી, રબારી આશા, રબારી હીમા, રબારી હિરલ. આ સાથે ચારણકા ગામના અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી એન ડી ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી.