બજરંગદળ, વિહિપ, બ્રહ્મસમાજ અને કાઠી સમાજે ટેકો આપ્યો…

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભણશાલી પ્રોડકશને રપમી જાન્યુઆરીએ પહ્માવત ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તેની સામે ક્ષત્રીય સમાજ નારાજ થયો છે. શુક્રવારે કરણી સેનાની આગેવાનીમાં સમગ્ર ક્ષત્રીય સમાજની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગેવાનોએ એવી જાહેરાત કરી હતી કે, જે સિનેમાઘરમાં પહ્માવત રીલીઝ કરવામાં આવશે. તે સિનેમા સળગાવી દેવામાં આવશે. કરણી સેનાના આગેવાને કહ્યું હતું કે એકપણ સરકારી માલ-મિલ્કતને નુકશાન કરવામાં નહી આવે. માત્રને માત્ર સિનેમાઘરના સંચાલક, ડિસ્ટ્રીબ્યુટર તેમજ જે કોઇ વ્યકિત પહ્માવત તેમજ જે કોઇ વ્યકિત પહ્માવત ફિલ્મની તરફેણ કરશે તેનો ક્ષત્રીય સમાજ વિરોધ કરશે અને તેમના પરિવારને કંઇ થાય તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.

રાજકોટમાં પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા તીર્થ પાર્ટી પ્લોટમાં શુક્રવારે સાંજે કરણી સેનાની આગેવાનીમાં બોલાવાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના પ્રભારી રાજભા ઝાલાએ કહ્યું હતું કે પહ્માવત ફિલ્મ સમગ્ર હિન્દુ સમાજ પર કુઠારાઘાત સમાન છે. ક્ષત્રીયોને સરકારી માલ મિલકતને નુકશાન કરવામાં કોઇ જ રસ નથી.

રાજકોટ જીલ્લા રાજપૂત સમાજના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે જે જગ્યાએ પહ્માવતના પોસ્ટર અથવા તો કેટલીક રેડીયો ચેનલ પર પહ્માવતના ગીત રીલીઝ કરવામાં આવી રહ્યા છે. હવે પછી જો આવું થશે તો જે સ્થળે પોસ્ટર લગાવ્યા હશે તે સ્થળ પણ સળગાવી દેવાશે અને રેડીયો પર ગીત રીલીઝ કરનારા સામે પણ ક્ષત્રીય સમાજ લડી લેશે.

ક્ષત્રીય સમાજની બેઠકમાં બજરંગદળના રાજેશભાઇ ચૌહાણ, બ્રહ્મસમાજના સત્યેન્દ્રભાઇ ખાચર ઉપરાંત પી.ટી. જાડેજા સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. અને સૌએ એક અવાજે  પહ્માવત ફિલ્મ સામે વિરોધ નોંધાવી હવે પછી જે કંઇ કરવું પડે તે કરવાની તૈયારી દર્શાવી હતી અને જે લોકો પહ્માવત ફિલ્મની તરફેણમાં છે તેઓને સાનમાં સમજી જવા અનુરોધ કર્યો હતો.

 

પદ્માવત ફિલ્મ કોઈપણ કાળે રાજકોટ સહિત દેશભરમાં રિલીઝ ન થાય તે માટે ક્ષત્રિય સમાજ આક્રમક મુડમાં છે ત્યારે રણનીતિના ભાગ‚પે માત્ર ક્ષત્રિયો જ નહીં પરંતુ તમામ સમાજને સાથે રાખીને લડત ચલાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે શનિવારે બપોરે ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રવિવારે બપોરે ૧૦:૩૦ વાગ્યે ગરાસિયા બોર્ડિંગ ખાતે જ ક્ષત્રિયો ઉપરાંત તમામ સમાજના આગેવાનો અને હિન્દુ ધર્મના સંતો-મહંતોની હાજરીમાં આગામી દિવસોમાં શું કરવું તે અંગેની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. દરમિયાન રાજકોટમાં એક ખાનગી શો-રૂમના ઉદઘાટનના કાર્યક્રમમાં આવેલા અનિલ કપુરે પદ્માવત ફિલ્મ રિલીઝ થાય તે માટે કુદરતને પ્રાર્થના કરતો હોવાનું મીડિયા સમક્ષ જણાવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ અનિલ કપુરને નટબજાણિયો ગણાવ્યો હતો અને પૈસા માટે ફિલ્મ જગતના લોકો કોઈપણ કક્ષાએ ઉતરી જતા હોવાનું પણ કહ્યું હતું.

શનિવારે બપોરે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે જે બેઠક મળી હતી તેમાં રાજપુત સમાજના તમામ સંગઠનો કરણી સેના, ગુજરાત રાજપુત યુવા સંઘ, કચ્છ-કાઠિયાવાડ ગરાસદાર એસોસિએશન, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, ક્ષત્રિયરાજ ફાઉન્ડેશન ઉપરાંત શહેરમાં કાર્યરત ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

શનિવારે મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રવિણસિંહજી જાડેજા (સોળયા), હરિશચંદ્રસિંહ જાડેજા (માખાવડ), નરેન્દ્રસિંહ જાડેજા, પી.ટી.જાડેજા અને રાજભા ઝાલા સહિતના યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.