ખાદ્ય ચીજ-વસ્તુઓ ઉપર ફેક ક્ન્ટેન્ટ રોકવા સરકારની લાલ આંખ
સોશીયલ મીડિયા ઉપર ખાદ્ય ચીજ-વસ્તુઓના જે વીડિયો મુકવામાં આવે છે તેના ફેક ક્ન્ટેન્ટ ઉપર સરકારે રોક લગાવવા માટે પહેલ હાથ ધરી છે. વાત કરવામાં આવે તો ખાદ્ય ચીજ-વસ્તુઓને લઈ ડિજીટલ મીડિયા અને સોશીયલ મીડિયા ઉપર ગેરમાર્ગે દોરતા ક્ન્ટેન્ટને રોકવા માટે સરકાર તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે.
સોશીયલ મીડિયા પર હાલ તમામ ક્ષેત્રનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે કોઈપણ ખાદ્ય ચીજ-વસ્તુઓને બનાવવા માટે જે ક્ન્ટેન્ટ મુકવામાં આવે છે
તેની કોઈપણ પ્રકારે ચકાસણી કરવામાં આવતી નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ગુગલ, ફેસબુક જેવા ડિજીટલ ઉપર ખાદ્ય પદાર્થ અને ખાદ્ય ચીજ-વસ્તુઓના ક્ન્ટેન્ટ જે ફેક સમાચારો અને જે ખોટી માહિતીઓ આપતા વીડિયો ઉપર રોક લગાવવાનો નિર્દેશ કર્યો છે.ગુગલ અને ફેસબુક ઉપર આ પ્રકારની ફરિયાદ આઈટી મીનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે અને તમામ પ્રકારના ખાદ્ય સામગ્રીને લઈ તથા ખાદ્ય પદાર્થને લઈ ક્ન્ટેન્ટને બ્લોક કરી તથા ક્ન્ટેન્ટ મુકવાવાળા વ્યક્તિઓને પણ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઓર્ડર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે જેમાં એફએસએસએઆઈના સીઈઓ પવન અગ્રવાલ તથા આઈટી સેક્રેટરી અજય પ્રકાશ સોહને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સોશીયલ મીડિયાના માધ્યમો ઉપર જે ખાદ્ય ચીજ-વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીને લઈ ખોટા એટલે કે, ફેક ક્ન્ટેન્ટ ઉપર મુકવામાં આવી રહ્યાં છે તેના પર રોક લગાવવી જોઈએ અને ખાસ ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓને સુચન પણ કરવામાં આવ્યું છે કે, આ પ્રકારની માહિતીઓનો પ્રચાર અટકવો જોઈએ કારણ કે, આ પ્રકારની માહિતીથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે.
વાત કરવામાં આવે તો પ્લાસ્ટીક એઈગ, પ્લાસ્ટીક રાઈસ, દૂધમાં મેલેમાઈનનું મિશ્રણ સહિતના ફેક વીડિયો અને ફેક માહિતીઓ ઉપર સ્પષ્ટપણે રોક લગાવવાનું આઈટી મીનીસ્ટ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ ગુગલ અને ફેસબુકને સુચન પણ કરવામા આવ્યું છે કે જો આગામી દિવસોમાં આ પ્રકારના ક્ન્ટેન્ટો મુકવામાં આવે તો તે ક્ન્ટેન્ટને બ્લોક કરી દેવાય.