સ્વચ્છ ભારત અભિયાનનો ઉલાળીયો ! સફાઈ કામગીરી ઠપ્પ: તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નદીની જેમ વહે છે

સત્તાની સાઠમારીમાં વ્યસ્ત બનેલા મોરબી નગરપાલિકાનાં પ્રમુખ આમ જનતાને ભૂલી ગયા છે અને અધિકારીઓ સરમુખત્યાર શાહીમાં રાચતા હોય નગરપાલિકાની ઉદાસીન નીતિ વચ્ચે મોરબી નર્કાગાર બન્યું છે.

જિલ્લો બન્યા બાદ મોરબીની પ્રજા સફાઈ, આરોગ્ય સેનીટેશન સુવિધામાં સુધારો ાય તેવું માનતી હતી પરંતુ ખુરશી બચાવવામાં વ્યસ્ત બનેલા પાલિકા પ્રમુખની અધિકારીઓ પરી પકડ જતી રહેતા હાલ મોરબીની તમામ મુખ્ય માર્ગોી લઈ કચરાનાં ગંજ ખડકાયા છે. સફાઈ કામદારોનું અસ્તિત્વ જ ન હોય તેમ શહેરીજનોને જાત-મહેનત ઝીંદાબાદ કરી સાફ-સફાઈ અભિયાનની જેમ દરરોજ સાવરણા પકડવા પડે છે.

બીજી તરફ આટલા મોટા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના શોભાના ગાંઠીયા જેવી બની છે. અપુરતા સ્ટાફ જેટીંગ મશીનનો અભાવ અને ખાસ કરીને અધિકારીઓની કામ નહી કરવાની નીતિને કારણે મોરબી શહેરભરમાં ભૂગર્ભ ગટર નદીની જેમ અવિરત ગંદો પ્રવાહ વહેવડાવી રહી છે.

ભૂગર્ભ ગટર અને સફાઈ અંગે નગરપાલિકાના સતાવાર અધિકારીઓનો સંપર્ક સાધતા ચીફ ઓફિસરના ફોન સતત બંધ આવી રહ્યો હતો. તો ફરિયાદ શાખાના હેડ કેશુભાઈ પઢાવીયાએ સમસ્યાનો સ્વિકાર કરી જણાવ્યું હતું કે, દરરોજ ફકત ભૂગર્ભ ગટરને લગતી ૧૫ ી ૨૦ ફરિયાદો મળે છે જે સંબંધિત વિભાગને સાંજ સુધીમાં ફોરવર્ડ કરવામાં આવે છે. (નિકાલ ાય કે નહીં એ તો ઉપરવાળો ઈશ્ર્વરજ જાણે)આશ્ર્ચર્યતો એ વાતનું છે કે સરકારના નિયમો અને જોગવાઈ અનુસાર ચોમાસા પૂર્વે તમામ શહેરોમાં પ્રિમોન્સુન એકશન પ્લાન ઘડી કાઢવાના હોય છે. દરમિયાન પાણીનો ભરાવો ન ાય તે જોવું ફરજીયાત છે. પરંતુ મોરબી નગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી પ્રિમોન્સુન એકશન પ્લાન વળી કઈ ‘બલા’ આ કચેરીનાં અધિકારીઓને આવી કોઈ બાબતની ખબર ની. દરમિયાન મોરબીની સફાઈ-ભૂગર્ભની ગંભીર સમસ્યા અંગે જાગૃત નાગરીક રમેશભાઈ રબારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા પાસે બહાના સિવાય કશું ની. કોઈપણ રજૂઆત કરવામાં આવે તો પુરતો સ્ટાફ ની, મશીનરી ની જેવા બહાના આગળ ધરી પ્રજાને પ્રામિક સુવિધા આપવાને બદલે નગરપાલિકાના અધિકારીઓ પ્રજાને ત્રાસ આપી રહ્યાં છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ બેચરભાઈ પટેલે પણ નગરપાલિકાની આળસુ નીતિને વખોડી કાઢી નર્કાગાર બની રહેલા મોરબીની અવદશા માટે નગરપાલિકાનાં સત્તાધીશોને જવાબદાર ગણાવ્યા હતા. આમ સત્તાની આઠમારીમાં ફસાયેલ મોરબી નગરપાલિકામાં હાલ અંધેરનગરી અને ગંડુ રાજાનાં રાજની વાર્તાની જેમ મોરબીની પ્રજાને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.