રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન ન્યારી જળાશય પાણી પુરવઠા અંતર્ગત કાલાવડ રોડ ખાતે સને ૧૯૭૫ મા ESR બનાવવામા આવ્યો હતો. કેપેસીટી ૨.૨. મિલિયન લીટર (૨૨ લાખ લીટર) છે. ESR નો વપરાશ ૪૩ વર્ષથી થઇ રહ્યો છે. ૧૫ ડીસેમ્બરે ટાંકાનો સ્લેબ કવર ધરાશયી થયો હતો. ત્યારે બાદ દિવસ ૦૮ મા કાટમાળ ખસેડી જરૂરી રીપેરીંગ કરાવવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા વિગેરેએ સ્થળ મુલાકાત લીધી હતી.
આ ટાંકો સ્ટ્રક્ચર એન્જીનીયરીંગની સલાહ મુજબ ઉપયોગમાં લેવાની કાર્યવાહી ૨૬મી થી કરવામાં આવનાર છે. આ ઘટના બનતા છતાં પણ બુસ્ટીંગ સિસ્ટમથી પાણી પુરવઠા ચાલુ રાખવામાં આવેલ. જેમાં વેસ્ટઝોનના ૦૮,૧૦,૧૧ પાર્ટ તથા સેન્ટ્રલઝોનના ૦૨ અને ૦૭ વોર્ડ પાર્ટનુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.ભવિષ્યમાં સઘન આયોજનના ભાગરૂપે ૨૨ લાખ લીટરનો હૈયાત ટાંકો ઉપરાંત વિશેષ ૩૦ લાખ લીટરનો નવો ESR બનાવવા માટે સત્વરે હાથ ધરવા પદાધિકારીઓએ જણાવ્યું હતું.