ગુજરાતમાં હાલ નાના ધંધાદારીઓ ૧૦%થી પણ ઓછું ડીઝીટલ માધ્યમનો ઉપયોગ કરે છે
નાના ઉદ્યોગોના વિકાસના દ્વાર ડીજીટલાઈજેશનથી ખૂલી જશે !!! અહી ખાસ ઉલ્લેખનીય છે કે-ગુજરાતમાં હાલ નાના ધંધાદારીઓ ૧૦%થી પણ ઓછું ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે !!!
અમદાવાદ ખાતે યોજાઈ ગયેલી એક ઔદ્યોગિક પરિષદમાં ગૂગલ માર્કેટિંગ સોલ્યુશન્સના માર્કેટિંગ એકિઝકયુટિવ ગિરિશકુમાર તૌરાનીએ જણાવ્યું હતુ કે ગુજરાતનાં નાના અને મધ્યમ ઉદ્યોગકારોની ભરમાર છે. અહી વેપાર અને ઉદ્યોગ તેમના લોહીમાં છે. પરંતુ માત્ર જૂજ એટલે કે માત્ર ૧૦% જ વેપારીઓ ઉદ્યોગકારો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે.
આશરે ૫૧ લાખ નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ અને ઉદ્યોગકારો રાજયમાં છે તેની સામે માત્રને માત્ર ૩૧૦૦૦ લોકો જ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. જે ટકાવારીમાં જોઈએ તો ૧૦%થી પણ ઓછી ગણાય.
ગિરિશકુમારે ઉપરોકત મામલે બોલતા ચર્ચા પરિષદમાં આગળ જણાવ્યું હતુ કે ઘણા વેપારીઓ અને ઉદ્યોગકારો એવું માનીને ચાલે છે કે ડિજિટલ માધ્યમનો ઉપયોગ એ કડાકૂટ વાળુ કામ છે. લાંબી પ્રક્રિયા છે અને વળી ખર્ચાળ પણ છે. સમયની બરબાદી છે. પૈસાની બરબાદી છે. પરંતુ આ એક ભ્રામક માન્યતા છે. હંમેશા એવું હોતુ નથી બલ્કે ડિજિટલ માધ્યમનો ઉપયોગ એ સૌથી સુગમ અને સરળ વિકલ્પ છે. ડિજિટલ રસ્તો એ આર્થિક દ્રષ્ટીએ પણ સૌથી સલામત છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે ભારતમાં ડિજિટલાઈજેશનનો વાયરો ફૂંકાયો છે. તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોએ ડિજિટલ ટ્રાન્જેકશન સાથે જોડાવાની જ‚ર છે કેમકે ડિજિટલ ટ્રાન્જેકશન તે સૌથી સલામત આર્થિક વ્યવહારનું માધ્યમ છે.
તેમણે અંતમાં એમ પણ જણાવ્યું હતુ કે નાના ધંધાદારીઓ માટે મેટ્રોમાં અમારી કંપની દ્વારા સમયાંતરે અવાર નવાર ડિજિટલાઈજેશન માટે તાલીમ શિબિરનું પણ આયોજન થાય છે. જેથી તેમને ભરોસો બેસે.