- બસનું આગળનું ટાયર ફાટતા બસ ડિવાઇડર કૂદીને કાર સાથે અથડાઈ
- બસનું ટાયર ફાટતાં ડ્રાઇવર અને 8 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી
- ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
- સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
નવસારી જિલ્લાના ચીખલી પાસેના હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં લક્ઝરી બસ નું ટાયર ફાટતા તે હાઇવેને અડીને આવેલા જાડેજા આંકડામાં ફટકાઈ હતી જેમાં ડ્રાઇવર અને આર જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈર્ષા પહોંચી છે અન્ય વાહન ચાલુ હોય બચાવ કામગીરીમાં જોડાયા હતા.
મહારાષ્ટ્રના કોલાપુરથી મહેસાણા ખાતે આયોજિત યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વેળા ચીખલીના મજીગામ હાઈવે પાસે બસનું ટાયર ફાટ્યું હતું જેમાં બસ હાઇવે ને અડીને આવેલા ઝાડ સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં ડ્રાઇવર અને આઠ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી છે,ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જે તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત શિવાજી યુનિવર્સિટીની લક્ઝરી બસને થયો હતો અને બસમાં વિધાર્થીઓ ભરેલા હતા અને અચાનક આગળનું ટાયર ફાટતા બસ ડિવાઈડર કૂદીને સામે ઉભી રહેલી કારને અથડાતા તેને પણ નુકસાન થયું હતુ.મહેસાણાથી કાર્યક્રમ પતાવીને બસ નવસારી તરફ આવતી હતી તે દરમિયાન આ ઘટના બની છે,ડ્રાઈવરની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે.વિધાર્થીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિધાર્થીઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને વિધાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી હતી.ચીખલી પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે,તો જે વિધાર્થીઓની તબિયત સારી છે તે તમામ વિધાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો છે.