- ભાવેશ મહારાજ કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસે પહોચ્યા
- બહોળી સંખ્યા માં ભાવિકો રહ્યા ઉપસ્થિત
કચ્છી આશ્રમ હરિદ્વારનાં મહંત સદગુરુ હરિદાસજી મહારાજની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલ ભાવેશ મહારાજ હાલમાં કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસ કરી રહ્યા છે. જેમાં તેઓ ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, વાંઢાય, ભાડઈ, મુરચબાણ, જખૌ, નલિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે. તે અંતર્ગત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનાં સંકુલ માં આવેલ નલિયા કુળદેવી હિંગલાજ માતાજીનાં મંદિરે દર્શન કરવા પધાર્યા હતા. ત્યારે બહોળી સંખ્યા માં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રતડીયા આશ્રમના મહંત માતાજી મૃદુલા માં તેમની સાથે જોડાયા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, કચ્છી આશ્રમ હરિદ્વારનાં મહંત સદગુરુ હરિદાસજી મહારાજની પ્રેરણા થી હરિદ્વાર થી પધારેલ પુજ્ય ભાઇ ભાવેશ મહારાજ હાલ માં કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસ કરી રહ્યા છે જેમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, વાંઢાય, ભાડઈ, મુરચબાણ, જખૌ, નલિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે.
તે અંતર્ગત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનાં સંકુલમાં આવેલ નલિયા કુળદેવી હિંગલાજ માતાજી નાં મંદિરે દર્શન કરવા પધાર્યા હતા ત્યારે બહોળી સંખ્યા માં ભાવિકો આવ્યા હતા ત્યારે રતડીયા આશ્રમના મહંત માતાજી મૃદુલામાં તેમની સાથે જોડાયા હતા. હિંગલાજ મંદિરે સત્સંગ કરી ભાવિક ભક્તો સહીત બંને સંતો એ નલિયા ભાનુશાલી મહાજન વાડી ની મુલાકાત લીધી હતી.
ત્યાં પણ સંતોનાં સાનિધ્યમાં ભક્તો એ હિંગલાજ માતાજી તથા ભગવાન ઑધવરામ અને ભગવાન વાલરામ ની આરતી સાથે વાલરામ ચાલીશા નાં પઠન થી સમગ્ર વાતાવરણ ને ભકિતમય બનાવી દીધું હતું. ભાઇ ભાવેશજી મહારાજ મુરચબાણ, જખૌ, નલીયા થી નૂંધાતડ વગેરે ગામોથી ઇશ્વર આશ્રમ વાંઢાયથી સત્સંગ યાત્રા ને આગળ ધપાવશે.
જેમાં તુલસીદાસ દામા, પરેશ જોઇસર, દિનેશ ચાંદ્રા, પરસોતમ ભકાલી, જેઠાલાલ ભદ્રા, ત્રિભુવન મંગે, ચંદુ વીંઝાણવાલા, મનીષ ખીચડા, કપિલ દામા, શીવજી ગજરા, વિશાલ મંગે તથા કવિ નેણશી જાની અને હિંગલાજ ભાનુશાલી મહિલા મંડળની બહેનોએ નલિયા ખાતે આ યાત્રામાં તેમની સાથે રહી વ્યવસ્થા સંભાળી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી