- બેઠકમાં વિવિધ ધારાસભ્ય, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- બેઠકમાં વિવિધ પર્શ્નોની ચર્ચા કરી નિરાકરણ માટે અપાયા સૂચનો
નલિયામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર સિંહ જાડેજા તેમજ અનેક વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં જી. એ. બી. કક્ષાએ બંધ ફીડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિત સુચના આપવામાં આવી હતી. તેમજ સૂર્યઘર બાબતે અમલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ગામોમાં લાઈટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે તેમજ ખેડુત ગ્રામજનો પ્રધાનમંત્રી વીમા રક્ષણ સંબંધે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય સાથે જ અકસ્માતના કિસ્સામાં વીમા રક્ષણ બાબતે તાત્કાલિક કાર્ય થાય તે બાબતે સંબંધિત સુચના આપી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર સિંહ જાડેજા તેમજ અનેક વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જી. એ. બી. કક્ષાએ બંધ ફીડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિત ને સુચના આપી હતી. સૂર્યઘર બાબતે અમલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી. ગામોમાં લાઈટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે ખેડુત ગ્રામજનો પ્રધાનમંત્રી વીમા રક્ષણ સંબંધે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અકસ્માતના કિસ્સામાં વીમા રક્ષણ બાબતે તાત્કાલિક કાર્ય થાય તે બાબતે સંબંધિત સુચના આપી હતી.
જખૌ ગામની કુમારશાળા/ કન્યાશાળા તથા હાઈસ્કૂલ બાબતે શાળાના મકાન સંદર્ભે પડતર બાબતને દરખાસ્ત કરવા તથા પ્રશ્નનું નિરાકરણ ઝડપી થાય તેવા પગલાં લેવા તેમજ સરગુઆરા શાળા બાબતે દરખાસ્ત પરત્વે ઝડપી પગલા લેવા એમ.એલ.એ સાહેબશ્રી એ ટી પી ઓ ને સૂચના આપી હતી. પાણી પુરવઠા સંબંધે ટેન્કર પ્રક્રિયામાં ફોલોઅપ લેવા ધારાસભ્ય એ સંબંધિતને સુચના આપી હતી. સિંચાઈ વિભાગને કેનાલ સંબંધેની સાફ-સફાઈ વગેરે કાર્યવાહી થવા ધારાસભ્યએ સંબંધિતને સૂચના આપી હતી. સરગુઆરા ગામમાં આંગણવાડી મકાન સંબંધે થયેલ દરખાસ્તમાં ફોલોઅપ લેવા સંબંધીત ને સુચના આપી હતી. દવાખાનામાં પાણીની ટાંકી મુકાઈ જવા બાબતે R&B ને સૂચના આપી હતી.
સરકારમાં ફાળવામાં આવેલ ગ્રાન્ટ મુજબ આયોજન થવા સંબંધીતોને ધારાસભ્યએ સૂચના આપી હતી. પશુ દવાખાના બાબતે ઘેટા બકરાની રસી ઝડપથી મેળવી સત્વરે આગળની ગતિ કાર્યવાહી સચાઓ રૂપે થાય તે જોવા સંબંધિતને સુચના આપી હતી. રોડ પર ડાયવર્ઝન બાબતે સાઈન બોર્ડ રાખવા જેથી અકસ્માત નિવારણ થાય તેવી સંબધિત ને સૂચના આપી હતી. ઈ કે વાય સી ઝડપીથી તથા સુચારૂ રૂપે થાય તે તકેદારી રાખવા સંબધીત સુચના આપી હતી. ફોરેસ્ટ વાડી જમીનમાં ઈલેક્ટ્રીક લાઈટ વગેરે બાબતે કામગીરીમાં સહકાર આપવા તથા જાહેર ધીમા કામોમાં કામગીરી દરમિયાન નિયમો અનુસાર રહીને જ કામગીરી કરવા તથા કબજે ના કરવા નિયમો અનુસાર કાર્યવાહી થવા સંબંધિતને સુચના આપી હતી. એસટી સંબંધે ધારાસભ્ય નો અનુરોધ છે કે અભ્યાસ કરતા બાળકોને અગવડના પડે તે માટે તકેદારી કેળવવા એસટી વિભાગને ધારાસભ્ય એ અનુરોધ કરેલ હતો. ખનીજ ચોરી અટકાવવા પ્રયાસ હાથ ધરવા તથા દારૂબંધીના અમલીકરણ અંગેના પ્રયાસો હાથ ધરવા પોલીસ વિભાગ તેમજ રેવન્યુ વિભાગ ને ધારાસભ્ય તરફથી અનુરોધ થયેલ છે.
અહેવાલ: રમેશ ભાનુશાલી