નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ હતી. તા. 9 મી થી 17 ડિસેમ્બર દરમિયાન વિવિધ ગામોમાં ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી આપી હતી. નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમિયાન રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો નહિવત ઉપયોગ કરી દેશી ગાય આધારિત ખેતી અપનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી રહી છે.
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના પાંચે તાલુકામાં તા. 9 મી થી 17 ડિસેમ્બર દરમિયાન દેડિયાપાડા તાલુકાના પાનુડા, સોલીયા, સામોટ, નાનાસુકા આંબા, સાબુટી, રેલવા, ખૈડીપાડા, રોહદા, વાડવા, તાબદા, કુનબાર, નવાગામ, ઘાંટોલી, સુકવાલ, બેસણા, બાબદા, ઝાંક, ગવલાવાડી, પાટડી, ગોપલિયા, બોગજ, નિવાલ્દા,ચુલી, ભાટપુર, કાબરીપઠાર, મોસીટ, કેવડી, સમારપાડા, ચિકદા, મેડિયું સાગ, કુંડીઆંબા, પાનુડા, પાટડી, દેવજી ફળિયા. તિલકવાડા તાલુકાના નમારિયા, વ્યાધર, ફતેપુરા વણ, કોયારી, લીમપુરા, ભાદરવા, બુજેઠા, ચૂડેશ્વર, મોટી કામસોલી, જેતપુર, લીલગઢ, ઝાઝપુરા, ઉંધઇમાડવા, કાદલેજ, ઉંમેદ્પુરા, ગેગડીયા, ગમોડ, વરવાડા, નલિયા, સાવલી, ફતહેપુર (વજી), જલોદરા, વાસણ, માંગુ. ગરૂડેશ્વર તાલુકાના ઉંડવા, ટીમ મરવા, પાનતલાવડી, મીઠીવાવ, ગોરા, કલી મકવાણા, ગડોદ, લીમખેતર, પિછીપુરા, ચિચડિયા, મોટી રાવલ, ઓરપા, મોખડી, લમડી, સમારીયા, ફુલવાડી, સૂરજવડ.
તેમજ નાંદોદ તાલુકાના કોઠારા, કુમસગામ, અકુવાડા, રૂંઢ, પોઇચા, કુંવરપરા, મોટીભમરી, નાના રાયપરા, આમલેથા, કોઠારા, પોઇચા, વિરપોર, ઉમરવા, પ્રતાપનગર, વરાછા, બામણ ફળિયા અને સાગબારા તાલુકાના નરવાડી, પાનખલા, ધવલી વેર, આવલીકુંડ, ભાગોળે, પીરમંડારા, ધવલીવેર, ઘોડમુંગ, કાકરપાડા ગામે તાલીમ યોજાઈ હતી. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો નહિવત ઉપયોગ કરવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. ઘર-આંગણે શાકભાજીનો ઉત્પાદન કરીને રોજબરોજના આહારમા લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરી ખાતર બનાવવાની રીતો અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.