- 69 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ
- પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા પ્રકાશ કનોજીયા પાસે રૂપિયા એકના ડબલ કરવાની લાલચ આપી મૂળીના સીધ્ધસર ગામના પિતા, પુત્ર અને અન્ય શખ્સોં દ્વારા ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ ઉપર ફરિયાદીને બોલાવી તેની પાસેથી 65 લાખ રૂપિયા રોકડા લઈ અને ચિલ્ડ્રનની 1.40કરોડની નોટો આપી અને છેતરપિંડી કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા પુત્ર અને અન્ય શખ્સોં સામે ફરિયાદ નોધાઈ હતી. આ દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન તપાસ કરી અનિરુદ્ધસિંહ, તેના પુત્ર અને અન્ય શખ્સોં સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા PI ડી.ડી ચાવડા કરી રહ્યા છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી બનાવ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્ગભાઈ કનોજીયા પાસે એકના ડબલ કરવાની લાલચ આપી મૂળી ના સીધ્ધસર ગામના પિતા પુત્ર અને અન્ય શખ્સોં દ્વારા ધાંગધ્રા ના બાવડી અને જીવા રોડ ઉપર ફરિયાદીને બોલાવી તેની પાસેથી 65 લાખ રૂપિયા રોકડા લઈ અને ચિલ્ડ્રન ની 1.40કરોડ ની નોટો આપી અને છેતરપિંડી કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા પુત્ર અને અન્ય શખ્સોં સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે.
ધ્રાંગધ્રા ના તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ 20 દિવસ પહેલા અમદાવાદ ખોખરા ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા ને એમના મિત્ર સુરેશભાઈ સેનાએ સાયલા ખાતે રહેતા અનિરુદ્ધસિંહ શિવભા ઝાલા એકના ડબલ રૂપિયા કરી દેતા હોવાનું જણાવેલ ત્યારે આ બંને શખ્સો અનિરુદ્ધસિંહ ને મળવા સાયલા ગયેલા અને સાયલા ખાતે વાત કરી ત્યારે અનિરુદ્ધસિંહ દ્વારા 50,000 ના ડબલ કરી અને રૂપિયા આપેલા બન્ને શખ્સો લાલચમાં આવી જતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા ને અનીરૂધ્ધસિહ દ્વારા પાસે 65 લાખ રૂપિયા લઇ અને 1,40 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી અને ધાંગધ્રા ના બાવડી અને જીવા રોડ ઉપર બોલાવેલા ત્યારે આમ અનિરુદ્ધસિંહ એનો પુત્ર અને અન્ય શખ્સોં અલ્ટો ગાડીમાં પૈસા લઈઆવી પ્રકાશભાઈ રાજેન્દ્ગભાઈ કનોજીયા પાસે 65 લાખ રૂપિયા લઈને અને બે થેલા આપી અને એક કરોડ 1.40 કરોડ રૂપિયા હોવાનું જણાવી અને ત્યાંથી નીકળી ગયેલા ત્યારે પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા તેમના મિત્રોએ થેલા ખોલી તપાસ કરતાં થેલામાં ચિલ્ડ્રન ને રમવાની નોટો હોવાનું મોટું પડતા આમ છેતરપિંડી થયાનું જણાતા ધાંગધ્રા તાલુકો પોલીસને જાણ કરવામાં આવી હતી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન આની તપાસ કરી અનિરુદ્ધસિંહ તેના પુત્ર અને અન્ય શખ્સોં સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પીઆઇ ડીડી ચાવડા કરી રહ્યા છે
અહેવાલ: સલીમ ઘાંચી