આજે ગુજરાત બોર્ડનું ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. તેમજ વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું ફળ મળ્યું છે ત્યારે રાજકોટની એસ.ઓ.એસ.નું પરીણામ ખુબ જ સારું આવ્યું છે અને ત્યાં વિદ્યાર્થીઓ બેન્ડ-બાજા વગાડી અબીલ-ગુલાલ વડે રમી, રાસ-ગરબા રમી, મોં મીઠું કરી ખુબ જ ધામધુમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
રાજકોટની એસ.ઓ. એસ. ના પ્રિન્સીપાલ ડો.કેતન ભાલોડીયાએ જણાવ્યું કે, આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે ૮૫% તેમાં પણ અમારી સ્કુલનું ખુબ જ સારું રીઝલ્ટ આવ્યું છે. તેમાં પણ અમારા ત્રણ વિદ્યાર્થીઓએ બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યા છે. અમારી શાળાનું રિઝલ્ટ ૯૭%ની આસપાસ છે.
આજે અમે ખુબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમે બે વર્ષ દરમ્યાન જે મહેનત લીધી છે તેનું પરીણામ આજે અમને મળી ગયું છે. ઓલઓવર ગુજરાત લેવલે જોઈએ તો ગયા વર્ષ કરતા આ વર્ષ પરિણામમાં ઘટાડો થયો છે. ગયા વર્ષ ૮૧% રીઝલ્ટ હતું. તેમજ આ વર્ષે ૭૩ ટકા છે.
કારણકે ગયા વર્ષે સેમેસ્ટર પઘ્ધતિ હતી અને ૪ સેમેસ્ટરમાં બી-ટુ માર્ક આવતા તેથી પાસ થઈ જતા મોટાભાગે એમસીકયુ પ્રકારની પરીક્ષા હતી. તેથી રિઝલ્ટ સારું આવતું. આ વર્ષે એન્યુઅલ સિસ્ટમ છે એટલે કે બે સેમેસ્ટર ભેગા કરી બાળકોને પરીક્ષા આપવાની હોય અને ૫૦ માર્કના એમસીકયુ અને ૫૦ માર્કની થીયરી હોય છે તેથી રીઝલ્ટ ઓછુંં આવ્યું છે.
તેવું હું માનું છું. અમારી શાળામાં પહેલા નંબરે પ્રથમ ઉત્સવ પટેલ આવ્યો છે તે ૯૯.૯૮ પી.આર સાથે બોર્ડમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. બીજા નંબરે પટેલ ભૂમિ છે જે ૯૯.૯૫ પીઆર સાથે બોર્ડમાં પાંચમાં નંબરે છે અને ગોઠી જય છે તે ૮૯.૦૦ પીઆર સાથે બોર્ડમાં અગિયારમાં નંબરે સ્થાન ધરાવે છે.
અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે પહેલેથી જ આયોજન સાથે તૈયારી કરો અને ખુબ પ્રગતિ કરો તેમજ સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી તેથી ખુબ જ મહેનત કરો અને માતા-પિતાનું નામ રોશન કરો. પટેલ ભૂમિ દિનેશભાઈએ કહ્યું હતું કે, મારે ૯૯.૯૫ પીઆર આવેલા છે અને હું સ્કુલ બીજી આવી છું.
હું ૨ વર્ષથી પુરી મહેનત કરી હતી. મને સૌથી વધારે ભાઈ તરફથી અને શાળા તરફથી સપોર્ટ મળેલ છે અને હુ ખુશ છું. હું આગળ આઈટી એન્જીનીયરીંગ કરવા માંગુ છું.
પટેલ ઉત્સવએ જણાવ્યું હતું કે, મારે ઓલ ઓવર બોર્ડમાં ૯૯.૯૮ પીઆર આવ્યા છે અને હું આ રીઝલ્ટથી ખુબ જ સંતોષી છું. મારા ધાર્યા પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે. સતત બે વર્ષથી મહેનત કરતો હતો. તેમજ મારો ગોલ હતો કે મારે કંઈક કરવું જ છે. મારા પપ્પા એકસપાયર થઈ ગયા છે.
તેથી મારે મમ્મી માટે કંઈક કરવાની ઈચ્છા હતી અને આજે મેં કરી બતાવ્યું. મમ્મી અત્યારે ખુબ જ ખુશ છે અને તેને ગર્વ છે મારી ઉપર હું આગળ એન્જીનીયરીંગ કરીને કમ્પ્યુટર સાયન્સ કરવા માંગુ છું.
ગોઠી જયએ કહ્યું હતું કે, મારે ૮૯.૦૦ પીઆર આવ્યા છે. હું મારા રિઝલ્ટથી સંતુષ્ટ છું. તેમજ આનંદ અનુભવું છું. હું ૨ વર્ષથી મહેનત કરતો હતો.
તેમજ એસઓએસ તરફથી ખુબ જ સપોર્ટ મળ્યો છે અને પેરેન્ટસનો પણ ખુબ જ સારો સપોર્ટ મળ્યો છે. અમે બે વર્ષ માટે જ રાજકોટમાં સ્ટડી કરવા આવ્યા છીએ ત્યારે જે ધાર્યું હતું તે પરિણા મળી ગયું. હું આગળ એન્જીનીયરીંગ લાઈન લઈને ફયુચર બનાવવા માંગુ છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,