- હિંદુઓ પર થતા અત્યાચારને રોકવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
- વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રેલીનું કરાયું આયોજન
- બાંગલાદેશમાં હિંદુઓ પર થતો અત્યાચાર રોકવા કરી માંગ
- બહોળી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા
ધોરાજી: બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો ઉપર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિરોધ થઈ રહ્યા છે. ત્યારે ધોરાજીમાં હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ એકતા સમિતિ દ્વારા ડો.પ્રવીણભાઈ ગરબી ચોકથી હિન્દુ સમાજ પર થતાં અત્યાચારો બંધ કરોના નારા સાથે મૌન રેલી યોજાઈ હતી. તેમજ મહેસૂલ કચેરી ખાતે પહોચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ પરના અત્યાચારો બંધ કરવા તેમજ ચિન્મય કૃષ્ણદાસજી સંતને જેલમાંથી મુકત કરવા માંગ કરવામાં અવી હતી. આ રેલીમાં તાલુકાની સામાજિક સંસ્થાઓના સભ્યો, સામાજિક આગેવાનો, સંત મહંતો સહીત બહોળી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લે ઘણા સમય થયા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ નોંઘવી ધોરાજી હિન્દુ સમાજ દ્વારા એક રેલી કાઢી કલેકટરના આવેદનપત્ર આપવામાં આવ્યો ત્યારે ધોરાજીના શહેરના હિન્દુ એકતા સમિતિ દ્વારા ડો.પ્રવીણભાઈ ગરબી ચોકથી હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી શહેરના મુખ્ય માર્ગ પર હિન્દુ સમાજ પર થતાં અત્યાચારો બંધ કરો ના નારા સાથે રેલી નીકળી હતી આ રેલી મહેસૂલ કચેરી પહોચયા બાદ આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોક તાંત્રિક રીતે બરખાત કર્યા પછી હિન્દુ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે.તે તાત્કાલીક બંધ કરવા આ ઉપરાંત ચિન્મય કૃષ્ણદાસજી સંતને જેલમાંથી મુકત કરવા પંડિતોને ન્યાય આપવો હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવી, હિન્દુ મહિલાઓને રક્ષણ આપવું, બાંગ્લાદેશ સાથે વ્યાપારી સબંધ અટકાવવા, યુ.એન.માં હિન્દુ પર થતી હિંસા નો મુદો ઉઠાવવો સહિતની માંગણી કરવામાં આવેલ હતી આ આ મૌન રેલીમાં ધોરાજી તાલુકાના તમામ સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો અને સંત મહંતોની ઉપસ્થિતિમાં આ મૌન રેલીનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું હતું અને જે બાંગ્લાદેશમાં હિન્દુ ઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તે નરેન્દ્ર મોદી તાત્કાલિક રોકે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.
અહેવાલ: કૌશલ સોલંકી