- તસ્કરોએ ખેડૂતોના વાહનમા પંચર કર્યું હોવાના આક્ષેપો
- નફેડ અધિકારી દ્વારા નિવેદન અપાયું
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવ એ મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની ચોરી થઇ હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. મગફળી કેન્દ્ર બહાર લાઈનમાં રહેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની ચોરી થઇ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ તસ્કરોએ ખેડૂતોના વાહનમા પંચર કર્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે. જેને લઈને મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોએ માંગ કરી છે. આ અંગે નફેડ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ જીલ્લા ના ધોરાજી માં ટેકાના ભાવ એ મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. એકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રીએ લાઈનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની ચોરી થઇ હતી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ સામે આવ્યો હતો. પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ અતુલ મિલ માં સરકાર દ્વારા ટેકાના ભાવ એ મગફળી ખરીદી થઈ રહી છે. ત્યારે ગત રાત્રિ એ દોઢ થી બે વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેકટરમાંથી મગફળીની અને વાહનના ટુલ્સની ચોરી થઇ હતી.
ત્યારે ચોરી કરવા આવેલ ચોરો એ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતો એ આક્ષેપો કાર્ય હતા કે ટેકાના ભાવ એ મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા નથી ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા હતા. કડકડતી ઠંડી માં આખી રાત કેન્દ્ર બહાર વાહન ને લાઇન માં ઉભા રાખી ને ખેડૂતો ને હેરાન કરવામાં આવે છે. તેવા આક્ષેપો સાથે મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનું આક્ષેપ નફેડના અધિકારીઓ એ પણ આપ્યું નિવેદનખેડૂતો ને એક દિવસ અગાઉ બોલવામાં આવતા નથીખેડૂતો ને મેસેજ ના માધ્યમ થી જાણ કરી ને સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી મગફળી લઈ આવા માટે જાણ કરવામાં આવે છે. તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ: કૌશલ સોલંકી