- માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની કતાર જોવા મળી
- સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
- મગફળી ખરીદી માટે 5700 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
- અંદાજીત 1,26,000 બોરી મગફળીની આવક નોંધાઈ
ધોરાજી: ગુજરાત રાજ્ય દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.. ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે.. જેને લઈને માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વહેંચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે.. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 5700 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે.. અને અંદાજીત 1,26,000 બોરીની આવક નોંધાઈ છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્ય દ્વારા હાલ જે ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકરના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળેલી અને હાલ ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વહેંચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. અને હાલ જે ખુલ્લી બજારમાં ભાવ મળે છે.. તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવેલી છે. તેમાં ભાવ બજાર કરતા સારા મળી રહ્યા છે.. વાત કરીએ હરાજી માં 1000 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે.
સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આવી રહી છે. તેમાં રૂપિયા 1356 એક મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. અને ખેડૂતો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અને જે ભાવ બજાર કરતા ટેકાના ભાવમાં જે ભાવ મળી રહ્યા છે. તેથી ધોરાજી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ખેડૂતોનું 5700 જેવું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. આવક 1,26,000 જેવી બોરીની આવક છે. અને અત્યાર સુધીમાં 1360 ખેડૂતોએ લાભ લીધો છે. અને ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ખરીદી મગફળી થઈ રહી છે. તેમાં રોજના 100 જેટલા ખેડૂતો ને બોલાવવામાં આવે છે. વાત કરીએ જે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે જે ભાવ ખેડૂતોને મગફળીના આપે છે. તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળેલી હતી.
અહેવાલ: કૌશલ સોલંકી