- પુત્રી તેમજ પરદાદીએ નોંધાવી હતી ફરિયાદ
- 5000નો દંડ ફટકારાયો
- આરોપી સામે અગાઉ દારૂ, જુગાર સહિતના ગુના નોંધાયેલા
- ભોગ બનનારને વળતર આપવા અપાઈ સુચના
ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરાજી તાલુકામાં રહેતા શખ્સ સામે તેની સગી દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ હતી. માતાના મૃત્યુ બાદ બીજા લગ્ન કરેલ પિતા ગામમાં અન્ય સ્થળ પર રહેતા હતા. જે સ્થળ પર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
બનાવ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ધોરાજી તાલુકામાં રહેતા શખ્સ સામે તેની સગી દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવા માટે આરોપીની દાદી એટલે કે ભોગ બનનાર ની પરદાદી સાથે પોલીસ સ્ટેશન ગયેલા હતા. ભોગ બનનાર ની આપવી હતી એવી હતી કે તેની સગી માતા તે માત્ર છ માસની હતી ત્યારે અવસાન પામેલી હતી. અને આ ભોગ બનનાર પોતાના દાદી અને પરદાદી સાથે રહેતા હતા. (અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી સામે જે તે વખતે પણ પોતાની પત્નીને આત્મહત્યાનું દુષ્પ પ્રેરણ કરવાની ભારતીય દંડ સહિતા કલમ 306 મુજબ ફરિયાદ થયેલી પરંતુ તે કેસમાં સજા થઈ શકેલ ન હતી) આરોપીએ બીજા લગ્ન કરેલા અને પોતાના નવા પત્ની અને પરિવાર સાથે તે જ ગામમાં રહેતા હતા. ત્યારબાદ બનાવથી આશરે થોડા સમય પહેલા ભોગ બનનારને પોતાની ઘરે બોલાવેલ અને રાત્રિના સમયે પોતાની સાથે સુવડાવેલ. અને પછી રાત્રિ દરમિયાન બે વખત દુષ્કર્મ આચરેલું હતું.
સગીર વયની ભોગ બનનાર આ હેવાનિયતનો શિકાર બની અને લાચારી સાથે આગળ શું કરવું તે વિચારી શકતી ન હતી. ભોગ બનનારની પર દાદી એટલે કે આરોપીની દાદીએ પોતાની સોગંધ ઉપરની જુબાનીમાં જણાવેલું કે, આરોપીનો ભય તેની પરદાદીને પણ હતો અને તે ઘરના કોઈપણ વ્યક્તિને મારી લેતો. આરોપીને આ દુષ્કર્મ કરતાં અટકાવવામાં આવે તો તે કહેતો કે “મારી દીકરી છે મારે તેની સાથે જે કરવું હોય તે કરવું” આવું કહી અને આ દુષ્કર્મનો સિલસિલો વારંવાર ચાલુ રહ્યો. અંતે ભોગ બનનારે હિંમત કરી અને કાયદાનો સહારો લીધો છે. ધોરાજી તાલુકાના કોઈ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની ફરિયાદ નોંધાવેલી. તત્કાલીન પીએસઆઇ કે એમ ચાવડાએ આ ગુનાનું કોગ્નિઝસ લેવાય તે રીતે ફરિયાદ નોંધ અને ખૂબ જ ટૂંકા સમયમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ નામદાર અદાલત સમક્ષ રજૂ કરી દીધેલું હતું.
ત્યારબાદ નામદાર અદાલતે પણ ગુનાની ગંભીરતા જોઈ અને આરોપીને જામીનમુક્ત કરેલા ન હતા. આખી ટ્રાયલ દરમિયાન આરોપી જેલમાં જ રહેલ, આરોપી તરફે એવો બચાવ લેવામાં આવેલો હતો કે સગીર વયની ભોગ બનનારને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ અંગે ઠપકો આપતા ભોગ બનનારે તેમની સામે આ ખોટી ફરિયાદ કરેલી છે.
સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મ પારેખ એ દલીલ કરેલી હતી, કે કોઈ વ્યક્તિ પોતાના પિતા સામે આટલી હિન્ન કક્ષાની ખોટી ફરિયાદ ન કરે, આરોપી ના પક્ષ તરફથી ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની પરદાદીની ઉલટ તપાસમાં એ પણ ખુલેલું હતું કે આરોપીની પરદાદી એ આ બનાવ બનતા નજરે જોયેલો હતો. સામાન્ય રીતે દુષ્કર્મના કેસમાં નજરે જોયેલા સાક્ષી હોઈ શકે નહીં. પરંતુ આરોપી તમામ મર્યાદા વટાવી જાય અને કુટુંબના સભ્યોની હાજરીમાં જ આ દુષ્કર્મનું કૃત્ય આચાર તો હતો તે અટકાવવા માટે ભોગ બનનારની પરદાદી એ પ્રયત્ન પણ કરેલો હતો, આરોપી તરફે એક એવી પણ તકરાર લેવામાં આવી હતી કે ફરિયાદ મોડી કરવામાં આવેલી છે, તેથી તે ફરિયાદને વિશ્વસનીય ગણી શકાશે નહીં. જ્યારે સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવેલી હતી કે આ ભોગ બનનાર આરોપીના જ વાલી પણામાં ઉતરી રહી છે જ્યારે રક્ષક જ ભક્ષક બની ગયા હોય ત્યારે પોતાના હક વિશે ભોગ બનનારને કોઈ વિશેષ માહિતી ન હોય. અને પરદાદીની જુબાની માં એ હકીકત પણ ખુલવામાં આવેલી હતી કે આરોપી પોતાના દાદીને પણ માર મારી લેતો.
પોલીસ તરફથી આરોપી સામે નોંધાયેલ અગાઉના અલગ અલગ દારૂ જુગાર અને ભારતીય દંડ સંહિતાની કલમ 306 સહિતના નવ ગુના ની એફઆઇઆર ની પ્રમાણિત નકલ પણ નામદાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી હતી.
ધોરાજીના મહેરબાન ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રીઅલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વંચાણે લઇ અને આરોપી ને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા તથા દંડ ફટકારેલ છે. તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો છે
અહેવાલ: કૌશલ સોલંકી