- વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો
- રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તરફ અને ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર તરફના અનેક વિસ્તારોમાં જવા માટેનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરાયા છે. તેમજ અકસ્માતોની ભીતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું છે. આ 6 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તરફ એને ધોરાજી થી ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભોલગામડા ભોળા છાંડવોદર જેવા અનેક વિસ્તારોમાં જવા માટેનો જે ધોરાજી થી છ કિલોમીટરનો રસ્તો માથા ના દુખાવા સમાન છેલ્લા ચાર પાંચ વર્ષ થયા આ રસ્તા નું કોઈપણ સમારકામ કરવામાં આવેલ નથી અને આ 6 km રસ્તામાં વાહન વ્યવહાર માં ભારે મુશ્કેલીઓ વાહન ચાલકોને પડી રહી છે ધોરાજી થી ઉપલેટા તરફ જવાનો જુનો માર્ગ નો 6 km નો રસ્તો અતિશય ખરાબ હોય જેને લઈને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને સમયસર પહોંચવામાં તકલીફ પડી રહી છે. તેવા આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
તો ખખડધજ માર્ગ લઈને વાહનોમાં નાના મોટી ખામીઓ આવી રહી છે અને આ રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોય તેને કારણે નાના-મોટા અકસ્માતો પણ થઈ રહ્યા હોય અને આ મુખ્ય રસ્તો ખરાબ હોય તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે આ રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હોય તેને લઈને વાહન ચાલકોને અતિશય મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે આ છ કિલોમીટરનો રસ્તો જાણે 60 km થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ધોરાજી થી ઉપલેટા તરફ અપડાઉન કરતા અને નોકરીએ જતા હોય કે પછી વિદ્યાર્થીઓ હોય તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે આ છ કિલોમીટરનો રસ્તો જે બીસ્માર અને ખરાબ છે તે રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેથી વાહન ચાલકોને મુશ્કેલીઓ થી રાહત મળે. તેવા આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ: કૌશલ સોલંકી