આકૃતિઓને નિહાળવા માટે ભાજપ અગ્રણીઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 100 થી પણ વઘુ આકૃતિઓ વિજ્ઞાન મેળામાં રખાઈ
ધોરાજીના ક્રિસ્ટલ એકેડેમી ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ મેળામાં ધોરાજી તથા આજુબાજુના તાલુકાઓમાંથી પાંચ અલગ અલગ પ્રકારની આકૃતિઓ રાખવામાં આવેલી હતી. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શો થી પણ વધારે આકૃતિઓ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, ધોરાજી ખાતે ક્રિસ્ટલ એકેડેમી ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ મેળામાં ધોરાજી તથા આજુબાજુના તાલુકાઓમાંથી પાંચ અલગ અલગ પ્રકારની કુર્તીઓ રાખવામાં આવેલી હતી આકૃતિઓને નિહાળવા માટે આપણા ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તથા ભાજપ અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શો થી પણ વધારે કૃતિઓ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી. તેમજ જે સારી કૃતિ હોય તેવી કૃતિને તેવા વિદ્યાર્થીઓને સીડ આપી અને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર શિક્ષક ગણ વિદ્યાર્થીઓ અને ક્રિસ્ટલ એકેડેમી ના અપાર સહયોગ થી સફળ બનાવવામાં આવ્યું હતું.