- સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
- સિંધી સમાજના લોકોએ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી અને ભંડારાનું ભવ્ય આયોજન કરાયું
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહના 359માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. સીંધી કાપડ બજારમાં ગુરુ ગોવિંદસિંહનું મંદિર આવેલ છે ત્યારે આ મંદિર ખાતે સિંધી સમાજના લોકો એકઠા થઈ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ચા અને ખારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદસિંહે જાત-પાત ,ઉચ-નીચ ના ભેદભાવો મિટાવીને ખાલસા પંથની સાજના કરી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે, એક મહાન યોદ્ધા અને કવિ તરીકે, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે આજરોજ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે ધોરાજી સીંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા આજરોજ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ ની ભવ્ય ભવ્યતિ ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ અને ધોરાજીને સીંધી કાપડ બજારમાં આવેલ ગુરુ ગોવિંદસિંહનું મંદિર આવેલ હોય આ મંદિર ખાતે આજરોજ સિંધી કાપડ બજાર ના સિંધી સમાજ જુના લોકો એકઠા થઈ અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી અને ભંડારાનો ભવ્ય આયોજન કરવામાં આવેલ અને ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ હોય તેને લઈને ચા અને ખારી નું વિતરણ કરવામાં આવેલ આમ ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ ધોરાજી સીધી સમાજ દ્વારા ભવ્યક્તિ ભવ્ય રીતે જન્મદિવસ ઉજવવામાં આવેલ
સરવંશ દાની ગુરુ ગોબિંદ સિંઘ જી નો જન્મ ઈ. સ 1666માં પટના શહેર માં થયો હતો .તેમના પિતા ગુરુ તેગ બહાદુર જી એ તિલક અને જનોઈ ની રક્ષા માટે બલિદાન આપ્યું હતું , અને પંડિતો ને મુઘલો થી બચાવ્યા હતા. ગુરુ ગોબિંદ સિંઘ શહીદ પિતાના પુત્ર અને શહીદ પુત્રોના પિતા છે . જેઓએ મુઘલ રાજના જુલ્મો થી સર્વ દેશને બચાવવા માટે પોતાના ચારે – ચાર પુત્રોની શહીદી પણ આપી હતી. તેઓએ આ દેશ માંથી જાત – પાત, ઉચ – નીચના ભેદભાવો મિટાવીને ખાલસા પંથની સાજના કરી. જેમાં કોઈ પણ જાતમાં ભેદભાવ રાખવા માં આવતા ન હતા. બધાને એક જ નજર થી જોવામાં આવતું હતું. તો આજે તેઓના 359 માં જન્મ દિવસે તેમના ચરણો મા કોટી કોટી વંદન.
અહેવાલ: કૌશલ સોલંકી