- રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી હોવાના આક્ષેપો
- યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ
ધારીના હાર્દ સમા વિસ્તાર શિવાલિક કોમ્પલેક્ષ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારીઓ ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે પરેશાન થતા હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ગટરના પાણીના કારને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી હોવા અંગે વેપારીઓએ જણાવ્યું હતું. જે અંગે સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં આ સમસ્યાનું નિવારણ ન થયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ અને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, ધારીના હાર્દ સમા વિસ્તાર શિવાલિક કોમ્પલેક્ષ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસથી હવે તો હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર ક્યાંય ને ક્યાંય નજરે ચડે છે. ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા ઉપર પાણી વહેતું થાય છે જેના લીધે રોગચાળો પણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહીછે.તેમ જ જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ ત્યાંના વેપારીઓ એ ભુગર્ભ ગટર થી નીકળતા પાણી ઉપર માટી નાખે છે. આવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
પરંતુ તેમાં પણ ક્યાંય ને ક્યાંય વેપારી ને અંદરો અંદર ઝઘડા પણ થાય છે. ત્યાંના સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા આ બાબતને લઈ અવર નવર તંત્રને રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી આ ભૂગર્ભ ગટર જે ઉભરાય છે એ ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી. તમામ વેપારીના જણાવ્યા અનુસાર બસ માત્ર એમની એક જ માગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસ માંથી રહીશો અને વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આ મુશ્કેલી માંથી મુક્તિ અપાવે તેવી માંગ સાથે ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ: અરવિંદ દવે